નવસારીમાં નિરાલી મેડિકલ બનાવશે કેન્સર હોસ્પિટલઃ ટાટા ટ્રસ્ટ કરશે સંચાલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ લાર્સન એન્ડ ટૂબ્રોનાં ગ્રૂપ ચેરમેન એ એમ નાઇક દ્વારા સ્થાપિત ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ ગુજરાતનાં નવસારીમાં સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ સ્થાપિત કરશે અને તેની કામગીરીનું સંચાલન ટાટા ટ્રસ્ટ્સ કરશે. નિરાલી મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટે આજે આ માટે સમજૂતી કરી હતી. આ પ્રસંગે એ એમ નાઇક અને રતન એન ટાટા ઉપસ્થિત રહ્યાં હતાં. 

નાઇક અને ટાટા ગ્રૂપનાં સ્થાપક જમશેદજી ટાટાનાં જન્મસ્થાન નવસારીમાં પ્રસ્તાવિત હોસ્પિટલ કેન્સસર સામે સમાજનાં જરૂરિયાતમંદ વર્ગોની લડાઈમાં સહાય કરશે. હોસ્પિટલનું નિર્માણ ટાટા ગ્રૂપની માલિકીની જમીન પર થશે.નાઇકનાં જન્મસ્થાન નવસારીમાં પ્રસ્તાવિત હોસ્પિટલનું અભિયાન કેન્સર સામેની લડાઈમાં સમાજનાં જરૂરિયાતમંદ તબક્કાઓને સાથસહકાર આપવાનો છે.

 

આ પ્રસંગે એ એમ નાઇકે કહ્યું હતું કે, આધુનિક હેલ્થકેર સુવિધાઓની ઉપલબ્ધતા સામાજિક વિકાસ અને સુખાકારી માટે પૂર્વજરૂરિયાત છે. ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ સમાજનાં તમામ વર્ગોને અત્યાધુનિક તબીબી સારવારનો લાભ આપવા પ્રતિબદ્ધ છે. ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટની પહેલ જરૂરિયાતમંદ દર્દીઓ, ખાસ કરીને સમાજનાં વંચિત વર્ગોને, વાજબી ખર્ચે શ્રેષ્ઠ સારવાર મેળવવામાં મદદરૂપ થશે. ટાટા ટ્રસ્ટ કેન્સરની સારવારનાં ક્ષેત્રમાં તેની નવીન પહેલો માટે ભારતભરમાં પ્રતિષ્ઠિત છે તથા નવસારીમાં સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ સ્થાપિત કરવા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટ સાથે જોડાણ કરવાની મને ખુશી છે.

 

રતન એન ટાટાએ કહ્યું હતું કે, કેન્સર સામે યુદ્ધનાં ધોરણે લડવાની જરૂર છે. શ્રી નાઇકની પહેલ પ્રશંસનીય છે અને કેન્સરની સારવારને લાંબા ગાળે વાજબી અને સુલભ બનાવશે.જ્યારે ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ આધુનિક સુવિધાઓ અને અત્યાધુનિક ઉપકરણ સાથે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, ત્યારે ટાટા ટ્રસ્ટ દર્દીઓની સારસંભાળ અને રોજિંદા કામગીરી માટેની જવાબદારી લેશે.

અન્ય સમાચારો પણ છે...