ડાંગના 5 રાજવીઓ, 9 નાયકોને પોલિટિકલ પેન્શન એનાયત થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ડાંગ દરબારના લોકમેળાના ઉદઘાટન સાથે રવિવારે ડાંગના માજી રાજવીઓ અને તેમના ભાઉબંધો તથા નાયકોને રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વાર્ષિક પોલિટિકલ પેન્શનનું વિતરણ કરાશે. આજે ડાંગના પાંચ રાજવીઓ કિરણસિંગ યશવંતરાવ પવાર (ગાઢવી)ને વાર્ષિક રૂ. 95412, ભવરસિંગ હસુસિંગ (આમાલા-લીંગા)ને રૂ. 72036, ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા)ને રૂ. 58440, તપતરાવ આનંદરાવ પવાર (દહેર)ને રૂ. 64956 તથા ત્રિકમરાવ સાહેબરાવ પવાર (પીંપરી)ને વાર્ષિક રૂ. 78432નું પોલિટિકલ પેન્શન એનાયત કરાશે.

 

પરંપરા અનુસાર વાર્ષિક સાલિયાણુ એનાયત કરાય છે

 

આમ આજે ડાંગના પાંચ રાજવીઓને કુલ વાર્ષિક રૂ. 3,69,276નું સાલિયાણુ રાજ્યપાલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાશે. આ ઉપરાંત જિલ્લાના 9 નાયકો અને 668 ભાઉબંધોને પણ કુલ વાર્ષિક રૂ. 17,61,822નું સાલિયાણુ મહાનુભાવોને હસ્તે અર્પણ કરાશે. આમ ડાંગ દરબારના આ માનવંતા દરબારીઓ એવા માજી રાજવીઓ, નાયકો તેમના ભાઉબંધો વગેરેને કુલ રૂ. 21,31,098નું પોલિટિકલ પેન્શન એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે ડાંગમાં પાંચ રજવાડાઓ ગાઢવી, આમાલા (લીંગા), વાસુર્ણા, દહેર અને પીંપરી ઉપરાંત કીરલી, શિવબારા, ચીંચલી, અવચાર, પોળસવિહિર, પીપલાઈદેવી, વાડ્યાવન, બીલબારી અને ઝરી, ગારખડીના ભાઉબંધોને પણ ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર વાર્ષિક સાલિયાણુ એનાયત કરાય છે.

અન્ય સમાચારો પણ છે...