તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગડત: રૂપિયા 6 લાખથી વધુની છેતરપિંડી થતાં ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગડત: અમલસાડ સરીબુજરંગ ખાતે ઉંચા વ્યાજની લાલચમાં એક ખાનગી કંપનીમાં રોકેલા નાણાં ડુબી જવાની જાણ થતા રોકાણકારોમાં ચકચાર મચી છે. સરીબુજરંગના શંખેશ્વર કોમ્પલેક્સમાં દુકાન નં. 112-1113 ભાડે રાખી ઓફિસ ખોલી એજન્ટો દ્વારા લોકોના નાણાં જમા લેવાનું કામ પણ ત્રણ વ્યક્તિએ ઓસ્કાર કંપનીના નામે કરતા પણ આ કંપનીની ઓફિસ અચાનક બંધ થતા લોકોને રોકેલા નાણાં સામે જોખમ દેખાતા એક મહિલાએ ગણદેવી પોલીસમાં છેતરપિંડી અને દગાબાજ લોકો દ્વારા વિશ્વાસઘાત થવા બાબતે ગણદેવી પોલીસમાં ફરિયાદ આપતા સમગ્ર ઘટના બહાર આવી છે.
ઓસ્કાર કંપનીમાં મહિલાનાં નાણાં ફસાયાં
કાજલબેન જયંતિલાલ જોગીયા (રહે. મોગરાવાડી, વલસાડ), પ્રભાતસિંહ રાઉન અને મુન્નાભાઈ મહાદેવભાઈ (રહે. ભૂવનેશ્વર ઓરિસ્સા)એ 2012-15 દરમિયાન એજન્ટો દ્વારા ઉંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી નાણાં જમા લેતા હતા. અમલસાડ વિકાસ ફળિયાના નયનાબેન પટેલે પણ તેમાં નાણાં રોક્યા હતા. તેમણે આપેલી પોલીસ ફરિયાદ મુજબ રૂ. 6,44,000 જેવી માતબર રકમ લઈ ભાડે રાખેલી દુકાન બંધ કરી ઉપરોક્ત એક મહિલા અને બે પુરૂષો મળી ત્રણ ઈસમો પલાયન થતા છેતરાયાનો અહેસાસ થતા આ ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...