તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં 50 ટકા મહિલા અનામતની કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામપંચાયતની પાંચ વર્ષની મુદત પૂરી થવાના પગલે ડિસેમ્બરમાં યોજાનારી સંભવિત સામાન્ય ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતના કાયદાનો પ્રથમવાર અમલ થવા જઈ રહ્યો છે. પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડાતી ન હોવા છતાં અત્યારથી જ રાજકીય પક્ષોમાં પરોક્ષ રીતે સક્ષમ મહિલા ઉમેદવાર શોધવાની કવાયત શરૂ થઈ છે.
ગામમાં પ્રતિભાશાળી મહિલાઓનાં નામો સૂચવવા જણાવાયું
સ્થાનિક સ્વરાજ્યની પંચાયતની ચૂંટણીમાં હવે 50 ટકા મહિલા અનામતના અમલના પગલે મહિલાઓએ આગળ આવવાની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે જોકે ગામડાઓમાં મહિલાઓ રાજકારણમાં આવવા તૈયારી બતાવતી નથી તેથી પક્ષોમાં દ્વિધા અનુભવાઈ રહી છે. અણીના સમયે અવ્યવસ્થા કે માથાકૂટ ન સર્જાય તેની ચીવટાઈ રાખી રાજકીય પક્ષો અત્યારથી જ સાવધ થઈ ગયા છે અને પોતપોતાની રીતે રાજકીય ગણિત ગણવામાં મશગુલ બની ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજ્યકક્ષાએ પણ સરપંચની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગામોમાં પહોંચી બૂથ લેવલના કાર્યકરો સાથે મળવાનુ અભિયાન હાથ ધરી મિટિંગનો દોર શરૂ કરાયો છે. જેમાં 50 ટકા મહિલા અનામતનો મુદ્દો આસ્થાને મુક્યો છે. ગામમાં એવી કોઈ પ્રતિભાશાળી મહિલાઓ હોય તો નામો સૂચવવા જણાવાયું છે. પક્ષ દ્વારા તેમને એવી પણ સૂચના અપાઈ છે કે પાર્ટી સમર્થક શિક્ષિત અને સામાજિક કાર્યો તેમજ પક્ષ સાથે જોડાયેલી મહિલાઓને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે પરંતુ આ ક્રાઈટેરીયામાં કેટલી મહિલાઓ મળશે તે બાબતે રાજકીય આગેવાનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગ્રામ પંચાયતોમાં 50 ટકા મહિલા ઉમેદવાર ગામડામાં શોધવા મુશ્કેલ બની રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
ગામનો વિકાસ થઈ શકશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત આવતા મહિલાઓમાં જાગૃતિ આવશે એ વાત નક્કી છે. વહીવટી કુશળતા ધરાવતી મહિલાઓ દ્વારા ગામનો વિકાસ થઈ શકશે. સક્ષમ અને શિક્ષિત મહિલાઓ માટે પ્લેટફોર્મ મળવા પામશે. - અશ્વિનભાઈ પટેલ, પ્રમુખ, ચીખલી તાલુકા ભાજપ
ચૂંટણી પક્ષીય નથી પરંતુ

જે તે ગામોમાં શિક્ષિત અને સક્ષમ મહિલાઓ કે જે સામાજિક કાર્યકર છે સહકારી ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલી છે અને સેવા કરવાની ભાવના છે એવી મહિલાઓ આગળ આવે એ માટે અમારા પ્રયત્ન છે. ચૂંટણી પક્ષીય નથી પરંતુ યોગ્ય ઉમેદવાર મળે અને પાર્ટીને ઉપયોગી નીવડે એ રીતનું આયોજન છે. - સિદ્ધાર્થભાઈ દેસાઈ, પ્રમુખ, ચીખલી તાલુકા કોંગ્રેસ
અન્ય સમાચારો પણ છે...