તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 દિવસના લાંબા વિરામ બાદ જલાલપોરમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી,વેસ્મા: નવસારી અને જલાલપોર તાલુકાના કેટલાક ભાગોમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જલાલપોર તાલુકામાં તો 6 કલાકમાં 5 ઈંચ પાણી પડ્યું હતું.લગભગ છેલ્લા 25 દિવસમાં નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ખુબ જ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલ મંગળવારની રાત્રિથી વાતાવરણ પલટાયું હતું. મંગળવાર અને બુધવાર દિવસે પણ નવસારી-જલાલપોર તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. ગઈકાલે બુધવારે દિવસે થોડો વરસાદ પડ્યા બાદ ગત સાંજ અને મધ્યરાત્રિ સુધી ખાસ વરસાદ પડ્યો ન હતો. જોકે ગત બુધવારની મધ્યરાત્રિ બાદ પુન: વાતાવરણ પલટાયું હતું.
મોડી રાત્રિએ જલાલપોર તથા નવસારીમાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
ગતરાત્રે 12 વાગ્યા બાદ નવસારી અને જલાલપોર તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 12 વાગ્યે શરૂ થયેલો વરસાદ આજે ગુરૂવારે સવારે લગભગ 6 વાગ્યા સુધી સમયાંતરે પડતો જ રહ્યો હતો. થોડો સમય ધોધમાર તો થોડો સમય ગતિ ધીમી થઈ હતી. રાત્રે 12 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના ટૂંકાગાળામાં જ જલાલપોર તાલુકામાં તો 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડી ગયો હતો. આજ સમયગાળામાં નવસારી શહેરમાં 52 મિ.મિ. (2 ઈંચ) વરસાદ પડ્યો હતો.

જલાલપોર તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા વિજલપોર શહેરના કેટલાક રહેણાંક વિસ્તારો મારૂતીનગર, રોયલપાર્ક, સિટી ગાર્ડન, રેલવે ફાટક સામેના પ્રાથમિક શાળા કંપાઉન્ડમાં પાણી ભરાયા હતા. કેટલાક માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા, જે ક્રમશ: ઉતરી ગયા હતા. નવસારીમાં ખાસ પાણી ભરાયા ન હતા. નવસારી અને જલાલપોર તાલુકામાં જોકે આજે બુધવારે દિવસ દરમિયાન નહીંવત વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી અને જલાલપોર તાલુકામાં જ નહીં જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘમહેર થઈ હતી. હાલના વરસાદથી કોઈ જાનહાનિ યા મોટી નુકસાની થયાના અહેવાલ સાંપડ્યા ન હતા.
ખેતી અને ભૂગર્ભ જળને ફાયદો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો