તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસના માસ્ટર પ્લાને વોન્ટેડ આરોપીને 38 લાખના દારૂ સાથે ઝડપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી: ચીખલીના આલીપોર નજીક નેશનલ હાઈવે ઉપરથી રૂ. 38.79 લાખનો દારૂ ભરેલું કન્ટેનરને આર.આર.સેલે ઝડપી પાડી રૂ. 63.89 લાખના મુદ્દામાલ સાથએ ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર હરિયાણાના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. બુધવારની સાંજે આર.આર.સેલ સુરતના પોલીસકર્મી દેવર્શી જ્યોર્જ સહિત સ્ટાફે પૂર્વબાતમીના આધારે ચીખલીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી.
આલીપોર પાસેથી 38 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આલીપોર નામની સીમમાં આવેલ રિલિફ હોટલના દક્ષિણ ભાગે આવેલા પાર્કિંગમાં મુકેલું કન્ટેનર (નં. એચઆર-55-એચ-9568)માં તપાસ હાથ ધરતા આ કન્ટેનરમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 27120 રૂ. 38,79,600નો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે રૂ. 500ની કિંમતનો એક મોબાઈલ, રૂ. 9000 રોકડા અને કન્ટેનરના રૂ. 25 લાખ મળી કુલ રૂ. 63,89,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો