તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ, નવસારીમાં સવા ઈંચ વરસ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી/વેસ્મા/ ખેરગામ : છેલ્લા 24 કલાકમાં સમગ્ર નવસારી જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. ખેરગામ વિસ્તારમાં તો મંગળવારે સવારના 4 કલાકમાં અંદાજે 3 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. મંગળવારે સાંજે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછો-વધારે વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં પડ્યો હતો. જ્યાં 24 કલાકમાં 106 મિ.મિ. (સવા ચાર ઈંચ) પાણી પડ્યું હતું. ખેરગામ તાલુકામાં રોપણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ડાંગરના પાક માટે રોપણીની કામગીરીમાં જોતરાયા
નદી-નાળા, તળાવ તથા ખેતરોમાં પણ વરસાદનું પાણી ભરાયું
સોમવારે સાંજ પછી પણ વરસાદ વરસતા મંગળવારે પણ સતત વરસાદનું આગમન ચાલુ જ રહ્યું હતું. ખેરગામ બજારમાં ચાર રસ્તા તરફ જતા અંદરના રસ્તે પાણીનું તળાવ સર્જાતા લોકોએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે આજુબાજુમાં આવેલા નદી-નાળા, તળાવ તથા ખેતરોમાં પણ વરસાદનું પાણી જોવા મળ્યું હતું. ખેરગામમાં સોમવારે સાંજે 6 વાગ્યા બાદ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 22 મિ.મિ. વરસાદ તથા મંગળવારે સવારે 2 કલાકમાં જ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારે 8 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 553 મિ.મિ. એટલે કે 22 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ખેતીલાયક વરસાદ રોપણીમાં મદદરૂપ થઈ રહ્યો
ડાંગરનુ બહોળુ ઉત્પાદન ધરાવતા ખેરગામ વિસ્તારમાં રોપણી લાયક વરસી રહેલા વરસાદને કારણે ખેતરો ક્યારીમાં પાણી પડતા રોપણીની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. પ્રમાણસર અને ખેતીલાયક વરસાદ રોપણીમાં મદદરૂપ થઈ રહ્યો હોવાનું ખેડૂતોનું માની રહ્યા છે. મંગળવારે સવારે 6થી 10 વાગ્યા સુધી ચાર કલાકમાં 70 મિ.મિ. એટલે કે અંદાજે 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ વિસ્તારમાં ચારેબાજુ વરસાદ વરસાદ નદી-નાળા, ખેતરો પાણીથી ઉભરાતા રેલ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
સમગ્ર જિલ્લામાં સારો વરસાદ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો