તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: મંદિર ગામની 28 મહિલાને ઝાડા-ઊલટી, આરોગ્ય વિભાગમાં ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: જલાલપોર તાલુકાના મંદિર ગામમાં 28 જેટલી મહિલાઓને મોડી સાંજે ઝાડા ઉલટીની અસર વર્તાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું હતું. જોકે ગામમાં જ રેફરલ હોસ્પિટલમાં તમામને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં મોટી અસર નહીં જણાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. મંદિર ગામની 28 જેટલી મહિલાઓ એરૂ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ડાંગરની ખેતી કરી વધુ પાક કેવી રીતે મેળવી શકાય તે સંદર્ભે યોજાયેલી પરિસંવાદમાં ગઈ હતી. જેમાં કુલ 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં તમામ ખેડૂત મહિલાઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
26 જેટલી મહિલાઓને ઝાડા ઉલટી તથા પેટમાં દુ:ખાવાની ઘટના
દરમિયાન મોડી સાંજે મંદિર ગામની મહિલાઓને પેટમાં દુ:ખાવો અને ઝાડાની ફરિયાદ ઉઠી હતી. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ હતી. અચાનક મહિલાઓને એકસાથે ઝાડા અને પેટમાં દુ:ખાવો થતા તમામ અસરગ્રસ્તોએ ગામની રેફરલ હોસ્પિટલ તરફ દોટ મુકી હતી. આ ઘટનાની જાણ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગને પણ થતા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચકાસણી હાથ ધરી હતી. મોડી સાંજ સુધીમાં 26 જેટલી મહિલાઓને ઝાડા ઉલટી તથા પેટમાં દુ:ખાવાની નોંધ કરાઈ હતી. જેમાંથી 24 અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. જ્યારે શીલાબેન મુકેશભાઈ પટેલ તથા કલ્પનાબેન રવજીભાઈ પટેલને વધુ અસર જણાતા તેઓ હાલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે

મંદિર ગામે ઝાડા ઉલટીના કેસની જાણ થતા જ તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત સારવાર આપી હતી. આઠ સભ્યોની ટીમ આજે પણ સીએચસી ખાતે રોકાઈ છે. - ડૉ . પી.એન. કન્નર, જિલ્લા આરોગ્ય અધિકારી
પહેલી જ વખત આવી ઘટના બની
પરિસંવાદમાં આવેલી મહિલાઓને ઝાડા ઉલટીની વાત ખબર પડતા જ સ્થળની મુલાકાત લીધી હતી. જોકે ઝાડા ઉલટીની ઘટનાનું કારણ જાણી શકાયું નથી. અગાઉ પણ અનેક કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થા કરાઈ હતી પરંતુ પહેલી જ વખત આવી ઘટના બની છે જેની તપાસ કરાશે. - ડૉ. સી.કે. ટીમ્બડીયા, કો.ઓર્ડિનેટર, કેવીકે નવસારી
ગામમાં સરવે પણ કરાયો છે
ગામમાં ફૂડ પોઈઝનિંગને કારણે કે પછી પાણી અથવા તો દહીંવાળી વસ્તુ કે પછી કચુમ્બરને કારણે આ ઝાડાઉલટીની ઘટના બની છે તેની તપાસ થઈ રહી છે. જોકે હકીકત જાણવા પાણીના સેમ્પલ સહિત ગામમાં સરવેની કામગીરી પણ હાથ ધરવામા આવી હતી પરંતુ કોઈ મોટી અસર જણાઈ આવી નથી. - ડૉ. મેહુલ ડેલીવાલા, આરોગ્ય અધિકારી
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો