તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 વર્ષીય યુવાને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાંસો ખાઇ લીધો, સમગ્ર પથંકમાં ચકચાર મચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા: બીલીમોરા નજીકના ધોલાઇ ગામના 20 વર્ષીય યુવાને ગત મોડી રાત્રે રહસ્યમય રીતે બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ઉપર વડના વૃક્ષ ઉપર નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લઇ પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. બીલીમોરા પોલીસે અકસ્માતમાં મોતની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘરથી 15 કિલોમીટર દૂર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાંસો ખાધો

બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરાથી 15 કિલોમીટર દૂર આવેલા ધોલાઇ ગામે રહેતા 20 વર્ષીય યુવાન હેમીંગ નરેશભાઇ ટંડેલે બીલીમોરાના મઢી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરના વડના વૃક્ષની ડાળી સાથે નાયલોનનું દોરડું બાંધી ફાંસો ખાઇ લઇ જીવનનો અંત આણી દીધો હતો. આશ્ચર્ય પામવા જેવી બાબત એ છે કે હેમીંગએ બીલીમોરાથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા ધોલાઇ ગામેથી બીલીમોરા રાત્રે શા માટે આવ્યો હતો અને તેણે આવું અવિચારી પગલું શા માટે લીધુ.
આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો