તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા નજીક કારે બે બાઇકને અડફેટમાં લેતાં 1નું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા: વાંસદા તાલુકાનાં  ઉપસળ પાટિયા પાસે ઉપસળ ગામના બે બાઈક ઉપર ઈસમો અનાવલ ગામેથી સ્મશાનમાં વિધિ પતાવી કંડોલપાડા થઇ ઉપસળ આવી રહ્યાં હતા એ દરમિયાન મારૂતિવાન ચાલકે પાછળથી ટક્કર મારતા બંને બાઈક સવાર રોડ ઉપર પટકાતા ઈજાઓ પહોંચી હતી.જેઓને કોટેજ હોસ્પિટલ વાંસદામાં સારવાર માટે લાવતા એકને ગંભીર ઈજાઓ થતા વલસાડ રીફર કરતા સારવાર દરમિયાન  વલસાડમાં જ મોત નીપજ્યું હતું.


 વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના ઉપસળ પાટિયા પાસે અનાવલ ગામેથી સ્મશાનમાં વિધિ પતાવી બાઈક ઉપર કંડોલપાડા થઇ પરત આવી રહ્યાં હતા એ દરમિયાન મારૂતિ વાન નં.જીજે -21-એએ -5170નાં ચાલકે બાઈક નં. જીજે-21-આર-5322 અને જીજે-21-એકે -6719 બાઈક ઉપર સવાર  વિજયભાઈ,ડાહ્યાભાઈ,અશોકભાઈ,ગોપાલભાઈ,પ્રતાપભાઈ,ધનસુખ ભાઈને અડફેટમાં લેતા રોડ ઉપર પટકાતા ઈજાઓ થઇ હતી જેને 108 એમ્બુલેંસ અને ખાનગી વાહનમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડાહ્યાભાઈ લાછાભાઈ પટેલને ગંભીર ઈજા થતા વલસાડ સરકારી હોસ્પિટલમાં રીફર કર્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


જેની ફરિયાદ વાંસદા પોલીસ મથકે કલ્યાણભાઈ રૂમસીભાઈ પટેલ રહે.ઉપસળ પટેલ ફળિયા આપતા પોલીસએ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.  

અન્ય સમાચારો પણ છે...