• Gujarati News
  • નવસારીમાં સોમવારે અવારનવાર વાદળછાયુ વાતાવરણ સર્જાયુ

નવસારીમાં સોમવારે અવારનવાર વાદળછાયુ વાતાવરણ સર્જાયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પંથકમાં સોમવારે દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. ભેજના વધુ પ્રમાણને કારણે ભારે ઉકળાટનો પણ અનુભવ લોકોએ કર્યોહતો.
નવસારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સવારે થોડો સમય વાદળછાયું વાતાવરણ રહેતું આવ્યું છે. આજે સોમવારે પણ સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સવારથી બપોર સુધી અવારનવાર વાદળછવાઈ બપોરબાદ પણ થોડો સમય. વાદળછાયું વાતાવરણ બન્યું હતું. જૂન મહિનો ડોકિયા કરી રાો છે ત્યારે દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયુ વાતાવરણ સર્જાતા વરસાદ પડવાની પણ ભીતિ સેવાઈ હતી. જોકે મોડીસાંજ સુધીમાં વરસાદ પડયો ન હતો. કેરી પકવતા ખેડૂતો અને વેપારીઓના જીવ પણ વાદળો છવાતા ઉચા થઈ ગયા હતા. આજે સોમવારે તાપમાન ગઈકાલ રવિવાર જેટલું જ રાું હતું. સોમવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૪ ટકા અને બપોરે ૬૭ ટકા રાું હતું. ભેજનું પ્રમાણ દિવસ દરમિયાન પણ ૬૫ ટકાથી વધુ રહેતા વાદળી તાપ સાથે લોકો ભારે ઉકળાટનો અનુભવ કર્યોહતો અને પરસેવે રેબઝેબ પણ થયા હતા. જોકે, સોમવારે પણ પવન સારો રાો હતો. પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ ૭.૪ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દિ ાણ-પિશ્ચમ દિશાએ રાો હતો.
નવસારીમાં સોમવારે અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તસવીર રાજેશ રાણા