• Gujarati News
  • નવસારી નગરપાલિકાના કર્મચારી સંઘનું સંમેલન મળ્યું

નવસારી નગરપાલિકાના કર્મચારી સંઘનું સંમેલન મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેરને સ્વરછ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાની જવાબદારી નગરપાલિકાના કર્મચારીઓની છે જે સારી રીતે કરાય છે પરંતુ આ કામગીરી હજુ પણ વધુ સારી રીતે અને આયોજનબદ્ધ રીતે કરાય તો શહેરની સુંદરતામાં ચારચાંદ લાગી જાય તેમ છે.
ઉપરોકત શબ્દો ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ ગુજરાત રાજય અર્ધસરકારી કર્મચારી સંઘ નવસારી નગરપાલિકાના સ્નેહમિલન સમારંભમાં જણાવ્યું હતું.
ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ભાજપના શાસકો કર્મચારીઓ પાસે કામની અપે ાા રાખે છે સાથે તેમને હક્કનું મળી રહે તે માટે પણ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને તેના ભાગરૂપે જ ૧૯૨ કર્મચારીઓને હાલમાં કાયમ કરવા સાથે ૧૮ કર્મચારીઓને ટાઈમ સ્કેલમાં સમાવાતા જયારે ૨૩ જણાંને બઢતી આપવામાં આવી છે. તેમણે કર્મચારીઓને શહેરની સેવામાં હરહંમેશ ખડેપગે તૈયાર રહેવાની અપીલ કરી હતી.
સમારંભની શરૂઆતમાં યુનિયન પ્રમુખ હરીશ પારેખ સ્વાગત કરતા જણાવ્યું હતું કે પાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કર્મચારીઓનું આટલા મોટા પ્રમાણમાં કામ થયું છે તે પણ વાદવિવાદ વગર માત્ર સંવાદથી જે માટે પિયુષભાઈ દેસાઈ અને ભાજપના શાસકો યશના અધિકારી છે. તેમણે ચીફ ઓફિસર હર્ષદ પટેલ, સુરેશભાઈ શેઠ અને વિજય પરીખના સહકારને બિરદાવી હજુ કેટલાક નાના નાના પ્રશ્નો બાકી છે તે પણ આજ બોર્ડમાં પૂરા થશે એવો આશાવાદ વ્યકત કર્યોહતો. આ પ્રસંગે ઉપપ્રમુખ હિંમત પટેલ, મહેકમ કમિટીના ચેરમેન પ્રકાશ વોરાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ગુપ્તાએ કર્યું હતું. જયારે આભારવિધિ અરવિંદ વર્માએ કરી હતી.