તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બિસમાર બંદર રોડ બનાવાય તો આંદોલની ચીમકી

બિસમાર બંદર રોડ બનાવાય તો આંદોલની ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રેનેજયોજનાના કામને લઈને બિસમાર બનેલા નવસારીના બંદર રોડ ઉપર તાકીદે ડામર રોડ કરાય તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે.

નવસારી શહેરની પશ્ચિમે રાયચંદરોડને લાગુ બંદરરોડ આવેલો છે. બંદરરોડના નાકે પૂર્ણા નદીના તટ નજીક નવસારી શહેરનો ઘનકચરો ઠલવાય છે. જેનો વિવાદ ભૂતકાળમાં થયો છે. હવે બંદર રોડ ઉપર રસ્તાનો વિવાદ સર્જાયો છે.

વિજલપોર પાલિકાની ડ્રેનેજ લાઈનનું કામ થોડા દિવસો અગાઉ મફતલાલ મિલ વળાંકથી બંદરરોડ સુધી હાથ ધરાયુંં હતું. કામ માટે બંદર રોડ પર ખોદકામ થયું હતું. જેનાથી બંદરરોડ બિસમાર બની ગયો હતો. બંદરરોડ ઉપર ડ્રેનેજનું કામ પૂર્ણ થયાના ઘણાં દિવસો થવા છતાં હજુ સુધી માર્ગ પુન: બનાવવામાં આવ્યો નથી. બાબતને લઈને બંદર રોડના રહીશોએ પાલિકા તથા કલેકટરમાં રજૂઆત કરી છે. માર્ગ બનાવવાની લાગણી નહીં સંતોષાય તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. સ્થાનિક વર્તુળમાં એવી ચર્ચા પણ ચાલે છે કે બિસમાર બનેલ રોડ બનાવવા વિજલપોર પાલિકા (જેની ડ્રેનેજ લાઈનથી માર્ગ બિસમાર બન્યો છે) તથા નવસારી પાલિકા એકબીજાને ખો આપી રહી છે.