તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પ્રથમવાર વિકલાંગો માટેનો ફિલ્મોત્સવ નવસારીમાં

પ્રથમવાર વિકલાંગો માટેનો ફિલ્મોત્સવ નવસારીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીનીજાણીતી એનજીઓ બ્રધરહુડના મુખ્ય સહયોગથી માનવકલ્યાણ ટ્રસ્ટ આગામી મહિને વિકલાંગો માટેનો ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટીવલ નવસારીમાં કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવો ફિલ્મ ફેસ્ટીવલ થઈ રહ્યો છે.

દિલ્હીની બ્રધરહુડ નામની બિનસરકારી સંસ્થા 2003થી વિકલાંગો માટે ફિલ્મ ફેસ્ટીવલ યોજવા માટે વી કેર ફિલ્મ ફેસ્ટીવલની સ્થાપના કરી હતી. જેમાં ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ ઉપરાંત યુનેસ્કો તથા ભારત અને ભુતાનના યુનાઈટેડ નેશન ઈન્ફોર્મેશન સેન્ટર ફિલ્મ ફેસ્ટીવલના ભાગીદાર છે. વી કેર ફિલ્મ ફેસ્ટીવલ દર વરસે આયોજિત કરે છે. ગુજરાતમાં પ્રથમ વખત આવો વિકલાંગતા માટેનો ફિલ્મ ફેસ્ટીવલ તા. 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.

ફિલ્મોત્સવનું ઉદઘાટન 21મીને શનિવારે ટાટા હોલમાં થશે ત્યારબાદ ફિલ્મોત્સવની ફિલ્મો નવસારીના થિયેટરો ગિરિરાજ, પ્રકાશ, જહાંગીર ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં દર્શાવાશે. કુલ 12 શો થશે, જેમાં વિકલાંગતાને સ્પર્શતી ફિલ્મો દર્શાવાશે. યુએનઆઈસીના કિરણ મહેતા તથા વીકેર ફિલ્મોત્સવના ફાઉન્ડર સતીશ કપૂર હાજર રહેશે.

અંગે ફિલ્મોત્સવના આયોજન સાથે સંકળાયેલા બાળરોગ નિષ્ણાંત ડો. નીના વૈદે જણાવ્યું કે ત્રણ દિવસીય ફિલ્મોત્સવમાં 6 હજારથી વધુ લોકો વિકલાંગોને સ્પર્શતી ફિલ્મો નિહાળશે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવો ફિલ્મોત્સવ નવસારીમાં થઈ રહ્યો છે. ફિલ્મોત્સવને નવસારી માનવ કલ્યાણ ટ્રસ્ટને તેની ફિલ્મોત્સવ આયોજન કરવાની ક્ષમતાને ધ્યાને લઈ મંજૂરી આપી છે.

ફિલ્મોત્સવના ઉદ્દેશો

>દરેકવર્ગમાં વિકલાંગો માટે સહૃદયતા કેળવવી.

>જાગૃતિલાવી અભિગમ બદલવો.

>વિકલાંગોઅંગે ગેરસમજ દૂર કરવી.

>વિકલાંગોનેસમાજના અવિભાજ્ય અંગ બનાવવા.

>વિકલાંગોનેતેમના અધિકારો માટે પ્રોત્સાહિત કરવા

>વિકલાંગોનેમાનવઅધિકાર અને વ્યક્તિસ્વાતંત્ર અપાવવું.

>વિકલાંગોનેવિકાસની સમાન તક મળે તેવી પરિસ્થિતિ ઉભી કરવી.

>ક્ષમતાઉપર ધ્યાન કેન્દ્રિત થાય.

21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ફિલ્મોત્સવનું આયોજન,12 શો રજૂ કરવામાં આવશે