તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી સ્વામિનારાયણ મંદિરનો 29મો પાટોત્સવની ઉજવણી કરાઇ

નવસારી સ્વામિનારાયણ મંદિરનો 29મો પાટોત્સવની ઉજવણી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી સ્વામિનારાયણ મંદિરનો 29મો પાટોત્સવની ઉજવણી કરાઇ

વહેવારમાં જેમ પૈસાનો મહિમા, તેમ જીવનમાં ભગવાન અને સંતનો મહિમાવહેવારમાંજેમ પૈસાનો મહિમા છે તેમ ભગવાન અને સંતનો મહિમા સમજાય તે અગત્યની બાબત છે. મહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી, સમય કાઢીને સેવા કરવાનું અઘરું છે. ધામ વિના ધામીની ભક્તિ અધૂરી છે. અક્ષરરૂપ-બ્રહ્મરૂપ થવાય તો પછી કોઈ પ્રશ્ન રહે. ભગવાન અને જીવને જોડવાનો સેતુ અક્ષર છે. અક્ષર પુરૂષોત્તમની ઉપાસના સર્વોપરી છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે. શાસ્ત્રીજી મહારાજે અ.પુ.ની ઉપાસનાની સત્યતાની ખાતરી કર્યા બાદ તેના પ્રર્વતન માટે અનેક કષ્ટો વેઠ્યાં. તેમણે પાંચ પાંચ મંદિરોના નિર્માણ કરી મધ્યખંડમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ પધારવી. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ ફલક ઉપર સિદ્ધાંત પ્રવર્તાવ્યો અને ડંકો વગાડી દીધો. ઉપરોક્ત શબ્દો પૂ.મહંતસ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરના 29માં પાટોત્સવ પ્રસંગે હરિભક્તોને સંબોધતા ઉચ્ચાર્યા હતા.

પૂ.મહંત સ્વામીએ પ્રસંગો વર્ણવી અ.પુ.નો સિદ્ધાંત આત્મસાત કરવા અને અન્યોને સત્સંગી બનાવવા આહવાન કર્યું હતું. નિષ્ઠા બરાબર રાખી ભાવપૂર્વક ભક્તિ કરવી. સદપુરૂષ મોક્ષનું દ્વાર છે. વિશ્વભરમાં શાંતિ થાય સૌ હરિભક્તો બધી રીતે સુખીયા થાય અને અધ્યાત્મને માર્ગે આગળ વધે તેવા આશીર્વાદ પૂ.મહંત સ્વામીએ પાઠવ્યા હતા.

પૂ.કૃષ્ણપ્રિય સ્વામીએ અક્ષરબ્રહ્મનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે ધનુર્માસ નિમિત્તે સ્વામિનારાયણ ચરિત માનસમાંથી પ્રમુખ સ્વામીબાપાના પ્યારા હરિકૃષ્ણ મહારાજના બાળ ચરિત્રો ચોપાઈ દ્વારા આશાવરી, લલિત, આહિર ભૈરવ, તોળી વગેરે રાગોમાં ગાઈને કથામૃતનું રસપાન કરાવ્યું હતું. પૂ.પૂર્ણકામ સ્વામીએ વેદોક્તવિધિ અનુસાર મહાપૂજા વિધિ કરાવ્યો હતો. ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવાયો હતો. પૂ.કૃષ્ણપ્રિય સ્વામીએ સુંદર થાળ ગાન કરી ભગવાનને જમાડ્યા હતા. પ્રસંગે હરિભક્તો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.