• Gujarati News
  • નવસારી સ્ટેશન વિસ્તારમાં ટ્રક ફસાતા ટ્રાફિકજામ થયો

નવસારી સ્ટેશન વિસ્તારમાં ટ્રક ફસાતા ટ્રાફિકજામ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાસ્ટેશન વિસ્તારમાં સવારે માલસામાનથી ભરેલી ભારેખમ ટ્રક માર્ગમાં ફસાઈ જતા સવારના સમયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

વિજલપોરની ભૂગર્ભ ગટર નવસારીના પશ્ચિમે રેલવે ફાટકથી મફતલાલ મિલના વળાંક સુધીના માર્ગ નીચે નાંખવામાં આવી છે. ગટરનું કામ પૂર્ણ થઈ પુરાણ થયા બાદ માર્ગ ઉપર હાલમાં ત્રણેક વખત મોટા વાહનોના પૈડાં ખૂપી ગયાના બનાવ બન્યા હતા. આજે મંગળવારે પુન: વાહન ફસાયું હતું.

મફતલાલ મિલના વળાંક નજીક એક ઓવરલોડેડ જણાતી ભારેખમ ટ્રકના પૈડાં મંગળવારે સવારે માર્ગમાં ખૂપી ગયા હતા. માર્ગમાં પૈડાં ખૂપી ગયા બાદ તુરંત નીકળી શક્યા હતા. માર્ગ વચ્ચે ટ્રક ફસાઈ જતા માર્ગ અવરોધાયો હતો. જેને લઈને સ્ટેશન જતા અને આવતા વાહનોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. બંને તરફ વાહનોની કતાર લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકજામની સ્થિતિને લઈને વિજલપોર તરફથી આવતી એક શબવાહિની સ્ટેશન જઈ શકી હતી અને વિજલપોર ફાટક તરફથી જવું પડ્યું હતું. વહેલી સવારથી બપોરે બારેક વાગ્યા સુધી સ્થિતિ રહી હતી. દિવાળીના દિવસ હોઈ વાહનોની અવરજવર પણ વધુ હોઈ સ્થિતિ કફોડી બની હતી. જોકે બારેક વાગ્યાના અરસામાં ફસાયેલી ટ્રક બહાર નીકળી ગયા બાદ સ્થિતિ રાબેતા મુજબની બની હતી.