• Gujarati News
  • 1500 વાનગીનો અન્નકૂટ થશે

1500 વાનગીનો અન્નકૂટ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં અનેક ભક્તોના વિવિધ થાળના સહયોગથી હરિવર મારે હાથે જમાડુ અનન્ય ભક્તિ દ્વારા ઠાકોરજી સમક્ષ 1500થી વધારે પ્રકારની વાનગીઓનો મહાથાળ ધરાવાતા મહાઅન્નકૂટ ધરાવવામાં આવશે. સંતો-ભકતો થાળ ભક્તિ દ્વારા નૈવેધ કરાવાશે. નૂતન વર્ષના પ્રથમ દિને સવારે 6 વાગે મંગળા આરતી થશે ત્યારબાદ 8 વાગે મહાપૂજા થશે. 9થી 12 કલાક સુધી સત્સંગ સભા થશે. બપોરે 12 વાગે અન્નકૂટની મહાઆરતી કરવામાં આવશે. બપોરે 12થી સાંજે 6 સુધી અન્નકૂટના દર્શન થશે.