• Gujarati News
  • સગીરાને ભગાડી જવાના કેસમાં ફરિયાદ

સગીરાને ભગાડી જવાના કેસમાં ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચથીસગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના આરોપસર યુવાન સામે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

ભરૂચ પંથકમાં રહેતી રાગિણી (નામ બદલ્યુ છે) તેના માતાપિતા સાથે કંપનીના કવાર્ટસમાં રહેતા હતા. દરમિયાન પાડોશમાં રહેતા બંગાળી યુવાન ફિલીપ ખડીયા સાથે પ્રેમસંબંધ હોય યુવાનને માલિકે નોકરીમાથી કાઢી મુક્યો હતો. દરમિયાન રાગિણીના માતાપિતા રાગિણી સાથે વતન ફર્યા હતા. વખતે ફિલીપ પણ પાછળ પહોંચ્યો હતો અને રાગિણીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. તે કારમાં અન્ય શખ્સ સાથે પહોંચ્યો હતો અને તેને કબીલપોરમાં રાખી હતી. બાબતે ફિલીપે રાગિણીના માતાપિતાને જાણ કરતા તેઓ નવસારી પહોંચ્યા હતા અને યુવાન વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.