• Gujarati News
  • 40 લાખના ખર્ચે તૈયાર થયેલી આર્ટ ગેલેરીથી સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ મળી રહેશે

40 લાખના ખર્ચે તૈયાર થયેલી આર્ટ ગેલેરીથી સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ મળી રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
40 લાખના ખર્ચે તૈયાર થયેલી આર્ટ ગેલેરીથી સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ મળી રહેશે

કલા રસિકોને પ્લેટફોર્મ મળશે

40લાખના ખર્ચે તૈયાર થયેલ આર્ટ ગેલેરી નવસારીવાસીઓ માટે નવલુ નજરાણુ બની રહેશે. જેનાથી કલારસિકોને એક પ્લેટફોર્મ મળશે એમાં બેમત નથી. સંસ્કારી નગરીમાં આર્ટ ગેલેરી શોભા વધારશે. આર્ટ ગેલેરીમાં અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે,જેથી કલારસિકોને ફાયદો થશે. > રાજુભાઈગુપ્તા, નવસારીપાલિકા એન્જિનિયર

મુવિંગ પેનલનો ઉપયોગ કરાયો

આર્ટ ગેલેરીનેઅદ્યતન સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં પેનલ બોર્ડ કે જેના ઉપર ચિત્ર પ્રદર્શન કરી શકાય છે. ઉપરાંત સુંદર લાઈટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં આર્ટ ગેલેરી તરીકેનો લુક પણ તેમાં આપવામાં આવ્યો છે. મુવિંગ પેનલને કારણે કલારસિકોને પણ પ્રદર્શિત કરાયેલા ચિત્રો વધુ સારી રીતે નિહાળવા મળશે.

અગાઉ લક્ષ્મણ હોલનો કર્મશિયલ ઉપયોગ થતો જેનો નવસારીના નાગરિકોએ વિરોધ કર્યા બાદ પાલિકાએ આર્ટ ગેલેરી બનાવાનો નિર્ણય લીધો

આજે નવસારીમાં આર્ટ ગેલેરી ખુલ્લી મુકાશે

ભાસ્કર ન્યૂઝ. નવસારી

નવસારીનીસૌથી પુરાણી બિલ્ડિંગોમાંની અંદાજિત 122 વર્ષ જૂની લક્ષમણ હોલ બિલ્ડિંગ હવે નવા રંગરૂપમાં સજાવી દેવામાં આવી છે. રૂ. 40 લાખના ખર્ચે લક્ષ્મણ હોલમાં આર્ટ ગેલેરી તૈયાર કરાતા કલારસિકોને નવો જોમ મળશે.

લક્ષ્મણ હોલમાં તૈયાર કરવામાં આવેલ આર્ટ ગેલેરી આગામી દિવસોમાં કલારસિકોને માટે એક મહત્ત્વનું પ્લેટફોર્મ બની રહેશે. 40 લાખના ખર્ચે લક્ષ્મણ હોલમાં તૈયાર કરવામાં આવેલા આર્ટ ગેલેરી રવિવારે ખુલ્લી મુકાશે. લક્ષમણ હોલમાં તૈયાર કરાયેલી આર્ટ ગેલેરીને કારણે લક્ષ્મણ હોલની શોભામાં પણ વૃદ્ધિ થશે અને તે લોક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં શંકા નથી. નવસારીમાં લક્ષ્મણ હોલને આર્ટ ગેલેરી તરીકે વિકસાવવા માટે કલારસિકો અવારનવાર માંગણીઓ કરતા રહ્યા હતા. તેના કારણે હવે લક્ષ્મણ હોલ આર્ટ ગેલેરી સાથે એક નવા રંગરૂપમાં ખુલ્લી મુકવામાં આવશે. આર્ટ ગેલેરી નવસારીના કલારસિકો ઉપરાંત જિલ્લા બહારના કલારસિકો મટ પણ આકર્ષણ બની રહે તેવી સંભાવના છે.

લક્ષ્મણહોલનો ઇતિહાસ

નવસારીમાંજ્યારે ગાયકવાડી રાજ હતું વખતે લગભગ 15થી 20 વર્ષ સુધી નવસારીમાં લક્ષ્મણરાવ નામના સુબાએ રાજ ચલાવ્યું હતું. તેમણે નવસારીને સુંદર અને રળિયામણુ બનાવવા સાથે લોકોમાં કલારસ જગાવવા માટે અભૂતપૂર્વ કામગીરી કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન લોકોએ લક્ષ