• Gujarati News
  • જમીનનો સરવે કરવા ગયેલા શખ્સ ઉપર હુમલો

જમીનનો સરવે કરવા ગયેલા શખ્સ ઉપર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના સામાપોર ગામે સરવેની કામગીરી કરવા ગયેલા શખ્સ અને તેના સર્વેયર સાથે નાલાયક ગાળ આપી સરવે કરાવનાર શખ્સને ઢીકમુક્કીનો માર મારવાની ઘટના અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જલાલપોર તાલુકામાં આવેલા સામાપોર ગામની કેટલીક જમીન ખારાખરાબા તરીકે ચાલી આવેલી છે. જમીન પૈકી 5 હેકટર જમીન પશુપાલનના વ્યવસાય માટે સરકાર પાસેથી રમેશભાઈ ભગવાનભાઈ પટેલે રૂ. 72000 જેટલી રકમ ભરીને માંગણી કરી હતી. જેના સંદર્ભે રમેશભાઈ પટેલ ઉપરોક્ત બ્લોક સરવે નં. 1124વાળી જમીનમાં 5 હેકટર જમીનનું સરવે કરાવવા તેના સર્વેયર સાથે પહોંચ્યા હતા. તે દરમિયાન છગનભાઈ પટેલ તથા તેની સાથેના ત્રણેક જણાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કોને પૂછીને માપણી કરે છે તો રમેશભાઈ પટેલે સરવે કરવા અંગેનો ખુલાસો કર્યો હતો પરંતુ તેમ છતાં છગનભાઈ પટેલ, હિતેશ પટેલ, અજય પટેલ, નૂતનબેન પટેલ વગેરે ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા હતા. રમેશભાઈ પટેલને ઈજા પહોંચતા સરવેની કામગીરી છોડી દઈ સર્વેયર ડાહ્યાભાઈ પટેલ તથા તેના સાથીદારો સાથે તેઓ પરત થયા હતા અને સમગ્ર ઘટના અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

પશુપાલન માટે જમીન લઇ નાણાં ભર્યા હતા