• Gujarati News
  • ખખવાડામાં હિંગળાજ માતાજીના મંદિરનો 14મો પટોત્સવ

ખખવાડામાં હિંગળાજ માતાજીના મંદિરનો 14મો પટોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખખવાડામાં હિંગળાજ માતાજીના મંદિરનો 14મો પટોત્સવ

જીવનમાં શિવ સ્મરણ થાય તો પાપ બળી જાય: બટુકભાઈ વ્યાસખખવાડાગામે હિંગળાજ માતાજી મંદિરના 14માં પાટોત્સવ નિમિત્તે સમસ્ત ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. કથાના ત્રીજા દિવસે નાનુભાઈ વાનાણી (મંત્રી સિંચાઈ ખાતું) અને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પધાર્યા હતા. કથા પ્રારંભે વ્યાસપૂજા પોથી પૂજન યજમાનોએ કરી હતી.

વ્યાસપીઠ પર બિરાજમાન બટુકભાઈ વ્યાસે ત્રીજા દિવસે કથા પ્રવાહને આગળ ધપાવતા જણાવ્યું કે, જીવનમાં આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, માયાના અનેક પ્રકારના દાગ લાગ્યા છે. વેદાંત કહે છે બ્રહ્મથી કંઈ અલગ નથી. કર્મ બગડ્યું ત્યારથી ભિવષ્ય બગડ્યું છે. કર્મ સુધારી લો તો ભવિષ્ય સારું હશે. શ્રોતાએ કાન ખુલ્લા રાખી ઈષ્ટના વિગ્રહને હૃદયમાં પ્રસ્થાપિત કરવાનું છે.

મંદિરમાં જઈએ દર્શન કરવા ત્યારે આંખો શા માટે બંધ કરીએω આંખોના માધ્યમથી સ્વરૂપની ઝાંખીને મનમંદિરમાં બેસાડવાની છે. શંકરના ત્રણ નામો છે. શિવ કલ્યાણકારી સ્વરૂપ છે. શંકાર શાંતિ આપે. રૂદ્ર સંહારક સ્વરૂપે ભૈરવનું પ્રાગટ્ય થયું. બ્રહ્મા પંચમુખી છે. અભ્યંકર અભય પ્રદાન કરનારા બ્રહ્મા. દેવતાઓ શંકરની સ્તુતિ કરવા લાગ્યા.

શિવથી જુદો પડ્યો તે જીવ. જીવનના માધ્યમથી શિવત્વને પામવાનું છે. હરિ અને હર કોણ છેω હરિ અને હરનું કાર્ય પાપ હરવાનું છે. ભગસાગરને તારવા માટે મારી ભક્તિ નિમિત્ત બનશે. કૃપાનો સમુદ્રએ મહાદેવ છે. બીજા બધાની નિંદા કરવી શિવની નિંદા કરવી. સારું કામ થાય તેમાં મદદ કરવી, વિરોધ કરવો.

શિવપ્રસન્ન થતાં બ્રહ્માજીને યજ્ઞના ગુરૂ બનાવ્યા. ખોટા માણસો વાચાળ બહુ હોય. શિવ શંકરને છોડે તેને ખોટા મળે. શંકરે કેવડાનો ત્યાગ કર્યો. જાણતા કે અજાતા અજ્ઞાનવશ પણ શિવ સ્મરણ થાય તો પાપ બળી જાય. દુ:ખી પર દયા કરનારા દિનદયાળ છે. શંકર અજન્મા છે.

મહાશિવરાત્રિએ મહાદેવનું પૂજન કરવાથી પૂરા વર્ષનું ફળ મળે છે. કર્મને આધારે દેવતાઓ આપે છે. મહાદેવ લાયકતા પાત્રતા જોયા વિના આપે. આજે કથામાં પ્રણવની ઉત્પત્તિ કથા, પંચાક્ષર મંત્ર, ઉમિયામાતા પ્રાગ્ટયની કથા પ્રસંગ ભક્તિભાવ પૂર્વક વર્ણવાયો ત્યારે મંડપમાં ઉત્સવનું વાતાવરણ બન્યું હતું.

પ્રાસંગિક ઉદઘોષણા દાનની જાહેરાત ગોપાળભાઈ ટંડેલે કરી હતી. સમસ્ત ગામના યુવાનો તેમજ પરિમલ નાયક પરિવાર કથાના આયોજનમાં સક્રિય ભૂમિકામાં અગ્રેસર છે.