• Gujarati News
  • વિરાવળમાં છોકરીની છેડછાડ કરાતા પોલીસ ફરિયાદ કરાઇ

વિરાવળમાં છોકરીની છેડછાડ કરાતા પોલીસ ફરિયાદ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરાવળમાં છોકરીની છેડછાડ કરાતા પોલીસ ફરિયાદ કરાઇ



નવસારીમાંવિરાવળ ખાતે ટ્યૂશન ગયેલી છોકરીની છેડતી કરી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં થઇ છે.

નવસારી રહેતી અને વિરાવળ સ્થિત ટ્યૂશન ક્લાસમાં જતી વિદ્યાર્થિની રાગિણી (નામ બદલ્યું છે) બપોરે 2.30થી 4.30 કલાક દરમિયાન ટ્યૂશન થઈ હતી. દરમિયાન ક્લાસ છૂટ્યા પછી રાગિણી પાર્કિંગમાં ઉભી હતી ત્યારે નજીકમાં બેનઝીર એપાર્ટમેન્ટમાં રહેતો સકીલ અસીરૂદ્દીન શેખ પાર્કિંગમાં આવ્યો હતો અને રમાડવાના બહાને રાગિણી સાથે બિભત્સ ચેનચાળા કરી શારીરિક અડપલાં કર્યા હતા.

બાબતની જાણ રાગિણીની માતાને થતાં તેમણે રાગિણીના પિતાને જાણ કરી હતી. આથી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે દરમિયાન સકીલ ફરાર થઈ ગયો હતો. કેટલાક લોકોએ તૈયબને ઝડપી લીધો હતો અને તેને ગ્રામ્ય પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે હકીકત જાણતા ગણતરીના કલાકોમાં સાંજે સકીલ શેખની તથા તેને ભગાડવામાં મદદ કરનારા તેના ભાઈની ધરપકડ કરી હતી. ગ્રામ્ય પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.