• Gujarati News
  • બોરીયાચમાં દીપડાએ વધુ એક ઈમુ પક્ષીને ફાડી ખાધુ

બોરીયાચમાં દીપડાએ વધુ એક ઈમુ પક્ષીને ફાડી ખાધુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકાના બોરીયાચ ગામના ખાનગી ફાર્મમાં પુન: ગત મંગળવારની રાત્રિએ વધુ એક ઈમુ પક્ષીને દીપડો ઉપાડી ગયાનું જાણવા મળ્યું છે.

નવસારી તાલુકાના બોરીયાચ ગામે સ્વીસલેન્ડ નામે ખાનગી ફાર્મ આવેલ છે. ફાર્મમાં ઈમુ પક્ષી પણ રાખવામાં આવ્યા છે. આજથી આશરે 10 દિવસ અગાઉ ફાર્મ હાઉસમાં જાળી ઓળંગી દીપડો પ્રવેશી ગયો હતો અને અંદર પ્રવેશી ફાર્મમાં હયાત ઈમુ પક્ષીમાંથી એકને ફાડી ખાધુ હતું. માણસોને જોતા ઈમુને મૃત હાલતમાં છોડી દીપડો ભાગી ગયો હતો. ઘટનાના આઠ દિવસ બાદ મળતી માહિતી મુજબ ગઈકાલે મંગળવારની રાત્રિએ પણ દીપડો સ્વીસલેન્ડ ફાર્મમાં પ્રવેશી ગયો હતો. ફાર્મમા પ્રવેશી ફાર્મમાં રાખેલ અન્ય એક ઈમુ પક્ષીનો પણ સ્વીકાર કર્યો હતો. આમ એક જગ્યાએથી 9-10 દિવસમાં બે ઈમુ પક્ષીનો દીપડાએ શિકાર કર્યો હતો. નવસારીના સામાજિક વનીકરણ વિભાગના સૂત્રોએ બોરીયાચના ફાર્મમાંથી વધુ એક ઈમુને દીપડો ઉપાડી ગયાની વાત જાણવા મળ્યાનું સ્વીકાર્યું હતું.

બોરીયાચની ઘટના ઉપરાંત નવસારી નજીકના એરૂ ગામની ઈશ્વર સોસાયટી નજીક કદાવર પ્રાણીના લોહીવાળા પગલાં દેખાયાની વાત ફેલાઈ છે. જોકે પગલાં દીપડાના છે કે અન્ય પ્રાણીના છે તે બાબતે મતમતાંતર છે.

નવસારી જિલ્લાના વાંસદા, જલાલપોર તાલુકામાં હાલમાં અવારનવાર દીપડા દેખાઇ રહ્યાં છે. દીપડા પાલતુ પશુઓનો શિકાર કરતા હોય પશુપાલકો સાથે ખેતરમાં કામ કરતા મજૂરોમાં પણ ભય ફેલાયેો જોવા મળે છે. વિસ્તારમાં રોજબરોજ દીપડો દેખાયો અથવા તો કોઇ પશુઓનો શીકાર કર્યો હોવાની ઘટના જાણવા મળી રહી છે. અંગે કોઇ ચોકક્સ નીતિ બનાવી યોગ્ય પગલાં લઇ લોકોને ભય મુક્ત કરવામાં આવે તે જરૂરી છે.