• Gujarati News
  • વિસ્તાર કેન્સરની સારવાર અર્થે વિદેશની બરોબરી કરી શકે

વિસ્તાર કેન્સરની સારવાર અર્થે વિદેશની બરોબરી કરી શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિયુનિવર્સિટી ખાતે માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટ, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા સ્તન કેન્સર મહિલા જાગૃતિ શિબિરનું આયોજન થયુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ર્ડા. સી. કે. ટીંબડીયાએ સ્વાગત પ્રવચન સહ પૂર્વ ભૂમિકા આપતા જણાવ્યું કે, કાર્યક્રમ મોહનભાઈ પટેલ (કરાડી) હાલ ન્યૂઝીલેન્ડના બહેન અને ડાહ્યાભાઈ પટેલ મટવાડના ધર્મપત્ની સ્વ.સવિતાબેન પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેઓની પ્રેરણા અને સહયોગથી કાંઠા વિસ્તાર અને આદિવાસી વિસ્તારની ગરીબ બહેનોની જાગૃતિ અર્થે ખાસ આયોજિત કર્યો હતો.

કાર્યક્રમના ઉદઘાટક અધિક નિવાસી કલેકટર કુમારે સહયોગી તમામ સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. જી. આર. પટેલે કૃષિ વિકાસ વર્ષ-2014 અંતર્ગત મહિલા સશકિતકરણ કાર્યક્રમો પૈકી કાર્યક્રમને વિશિષ્ઠ જણાવી કૃષિના વિકાસ સાથે આરોગ્યલક્ષી વિસ્તરણ પ્રવૃતિને બિરદાવી હતી.

લાયન્સ ક્લબ,નવસારી તથા નવસારી કેન્સર ફેર ફાઉન્ડેશન પ્રેરિત હોસ્પિટલના ર્ડાકટર્સના સહયોગથી કાર્યક્રમમાં પધારેલ ડોકટર્સ પૈકી ર્ડા.પરીમલ લાડે વિસ્તારમાં કેન્સરની સારવાર અર્થેની સુવિધા વિદેશની બરોબરી કરી શકે તેવું હોવાનું જણાવી કેન્સર સારવારની વિસ્તૃત માહિતી આપી હતી. બા-કેન્સર હોસ્પિટલના ભાસ્કર કવિએ કેન્સર થવાના કારણો અને જાગૃતિ પર અસરકારક વક્તવ્ય સાથે તેઓની યોજનાની માહિતી આપી હતી. ર્ડા. સુરેન્દ્રસિંગ સોલંકીએ રેડિયેશન તથા અન્ય પદ્ધતિઓની ઉંડાણથી સમજ સાથે કેન્સરનું શરીરમાં બંધારણ અને સારવાર પ્રકિયાની સમજ આપી હતી. જૂનાગઢથી ખાસ આમંત્રિત પંચકર્મ નિષ્ણાંત ર્ડા. બી.એ.નાકરાણીએ આર્યુવેદ શાસ્ત્ર આધારથી કેન્સર થવાના કારણો અને થાય તે માટે રોજીંદા આહાર વિહાર પર શું ધ્યાન રાખવુ તેની અસરકારક છણાવટ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં 23 જેટલા ગામોમાંથી 400થી વધારે મહિલાઓએ હાજરી આપી લાભ લીધો હતો.

નવસારીમાં સ્તન કેન્સર મહિલા જાગૃતિ શિબિર યોજાઈ