• Gujarati News
  • અજાણી મહિલાનું વાહન અડફેટે મોત

અજાણી મહિલાનું વાહન અડફેટે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઈવે નં.8 ઉપર ધારાગીરી નજીક શીતલ હોટલ સામે રોડ ઉપર કોઈ અજાણી મહિલાને કોઈક વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. રાત્રિ દરમિયાન બનેલી ઘટનાને પગલે મહિલા ઉપરથી વાહનો પસાર થતા રહ્યા હતા. સવારે લોકોને તેની જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે તેની નોંધ લઈ તપાસ મહિલાની ઓળખ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

નેશનલ હાઈવે નં.8 વાહનોથી ધમધમતો રહે છે ત્યારે કોઈ અજાણી મહિલા ધારાગીરી ગામની હદમાં શીતલ હોટલની સામે કોઈ વાહનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સંભવત: રાત્રિ દરમિયાન બનેલી ઘટનાને પગલે મહિલાના શરીર ઉપરથી કેટલાય વાહનો પસાર થતા રહ્યા હતા. તેને કારણે મૃતદેહ ચગદાઈને લોચા જેવો થઈ ગયો હતો. વહેલી સવારે 6.00 કલાકની આસપાસ ઘટનાની જાણ સરપંચ અર્જુનભાઈ નાયકાને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાબતની જાણ ગ્રામ્ય પોલીસને કરી હતી.

દરમિયાન વાત વાયુવેગે આસપાસ પ્રસરી જતા લોકોનું હાઈવે નજીક ટોળું થઈ ગયું હતું. ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મહિલાના મૃતદેહની હાલત જોઈને હાઈવે ઉપર કોર્ડન કરી દીધું હતું. બાદમાં કેટલાક શ્રમિકોની મદદથી પોલીસે મહિલાના મૃતદેહને એક પોટલુંમાં ભરી લીધો હતો.

માત્ર કપડાને કારણે તેની મહિલા તરીકેની ઓળખ થઈ શકે તેમ છે. જોકે તે કોણ હતી તે અંગેનું રહસ્ય હજી પણ અકબંધ છે. નવસારી જિલ્લા ગ્રામ્ય પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.