• Gujarati News
  • ડાભેલ પ્રકરણમાં વધુ ત્રણની ધરપકડ

ડાભેલ પ્રકરણમાં વધુ ત્રણની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના ડાભેલ ગામે ગૌહત્યા રોકવા ગયેલ પોલીસ ઉપર થયેલા હુમલામાં પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.

ડાભેલમાં ગૌહત્યાની મળેલી બાતમીના આધારે ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે કસાઈઓ સહિતના 200થી વધુના ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 6 જેટલા પોલીસ જવાનો પણ ઘવાયા હતા. વધુમાં પોલીસ ફાયરિંગ કરીને સ્થિતિ કાબૂમાં લેવાની ફરજ પડી હતી. કસાઈઓ તથા ટોળાએ પોલીસની જીપને પણ નિશાન બનાવી તોડફોડ કરી હતી. ઘટનામાં પોલીસે કોમ્બિંગ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કેસમાં પોલીસે આજે વધુ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે રાબીયા મહમદ અહમદ સુઝ (ઉ.વ. 35), નફીસા ઈલિયાસ ઈસ્માઈલ મનસુર (બંને રહે. ડાભેલ, નવીનગરી) તથા સીમલકના નાસીર અહમદ સુલેમાન મંગેરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.