• Gujarati News
  • ખેડૂતોને વીજળીના કનેક્શન આપો

ખેડૂતોને વીજળીના કનેક્શન આપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયકિસાન સંઘ નવસારી જિલ્લા એકમે આજે ગુરૂવારે નવસારી કલેકટરને જિલ્લાના ખેતીના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું.

ભારતીય કિસાન સંઘના નવસારી જિલ્લાના પ્રમુખ નટુભાઈ હિરાભાઈ પટેલ, અગ્રણી પિનાકીન પટેલની આગેવાનીમાં ગુરૂવારે કલેકટર રેમ્યા મોહનને જિલ્લાના ખેતીના પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. જેમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળીના મોટરના કનેકશન જે આપવાના વર્ષોથી બાકી છે તે સત્વરે અપાય ! ખેડૂતોને દિવસના સમયે સિંચાઈ માટે વીજપુરવઠો અપાય તે જરૂરી છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા પ્રાણીઓને વિભાગમાંથી દૂર કરવા.

જિલ્લામાં ડાંગર, કેરી, ચીકુ-શાકભાજી વગેરે ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી તે મળવા જોઈએ. ખેતર-વાડીમાં આવેલા ખેડૂતોના ઘર-મકાનમાં વીજળી કનેકશન સત્વરે આપવામાં આવે અને ઘરોમાં 24 કલાક વીજપુરવઠો ચાલુ રહેવો જોઈએ. ખેડૂતોની આવક પર સુગર ફેકટરીને પહેલાની જેમ આવકવેરામાંથી મુક્તિ અપાવી જોઈએ. જિલ્લામાં આવેલી નહેરો પાકી થવી જોઈએ અને તેની પાળ ઉપર ડામરના રસ્તા બનવા જોઈએ. કૃષિ યુનિવર્સિટીમાં ખાલી પડેલા વૈજ્ઞાનિકો તથા કર્મચારીઓની જગ્યા સત્વરે ભરવી જોઈએ. નહેરના પાણીના રોટેશન એવી રીતે રાખવા જોઈએ જેથી ખેતીના પાકને વિપરીત અસર થાય. ઉપરાંત પણ કેટલીક ખેતીલક્ષી લેખિત રજૂઆતો કરાઈ હતી. કલેકટરે સાનુકૂળ પ્રતિભાવ આપ્યાનું કિસાન સંઘના પ્રમુખ નટુભાઈએ જણાવ્યું હતું.