• Gujarati News
  • કબીલપોરના તબીબ સાથે જમીન પચાવી પાડવાનો કારસો

કબીલપોરના તબીબ સાથે જમીન પચાવી પાડવાનો કારસો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના પોંસરા ગામે આવેલી ખેડૂતની જમીન પચાવી પાડવા માટે જમીનના ખોટા સાટાખત બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા ખેડૂતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયાની જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મથકમાં થયેલ ફરિયાદમાં જણાવ્યું કે, કબીલપોર ખાતે રહેતા ડો.અંકિતકુમાર દેસાઈની પોંસરા ગામે જમીન આવેલી છે. અંદાજિત સાડા પાંચ વીંઘા જેટલી જમીનનો દલાલોની મારફત સુરતના શખ્સ સાથે સોદો થયો હતો. મળતી માહિતી મુજબ રૂ.4 કરોડ 45 લાખ 50 હજારમાં સોદો થયો હતો. જેમાં મનીષ પટેલ , સોહિલ મુલતાની, સલીમ મુલતાની તથા અન્ય શખ્સોએ મળીને સોદો પાર પાડ્યો હતો. સોદો પાર પાડ્યા બાદ તે અંગેનું સાટાખત તૈયાર કરી દેવાયું હતું. સાટાખત-બાનાખત ખેડૂતને તૈયાર કરાવી ડો.અંકિતભાઈ દેસાઈ તથા તેમના પિતાને તે બતાવ્યું હતું.

મનીષ ભીમન, સોહિલ ગની, સલીમ મુલતાની તથા તેના સાથીદારોએ ખેડૂતની સાટાખત-બનાખત પર સહી લઈ રૂ.5 લાખ ખેડૂતને ચૂકવ્યા હતા. પરંતુ ત્યારપછી જમીનનો સોદો કરનારાઓએ પોતાની રીતે બાનાખત બનાવી દીધું હતું અને તેમાં છેડછાડ કરી ખેડૂતની સહીઓ તેમાં સ્કેન કરી તેમણે કબજા સાથેના ખોટા દસ્તાવેજ બનાવ્યો હતો. અંકિતભાઈ દેસાઈના ધ્યાન પર તે વાત આવતા તેમણે અસલ બનાખતની માગણી કરી હતી. પરંતુ બહાના કાઢી બતાવ્યું હતું અને જમીનના કબજેદાર બની બેઠા હતા. જેના કારણે અન્યને જમીન વેચવા મુશ્કેલી ઉભી થતાં આખરે પોતાની સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત થયાનું લાગતા ડો.અંકિત દેસાઈએ જમીન દલાલો જમીન ખરીદનારાઓ સહિત કુલ 9 શખ્સ સામે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તપાસ પીઆઈ એ.પી.સોમૈયાએ તપાસ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ડો.અંકિત ભાજપના યુવા અગ્રણી છે.

કેવી રીતે છેતરપિંડી કરાઈ

ડો.અંકિતદેસાઈતથા તેમના પિતાએ તેમની જમીન વેચવા કાઢતા મનીષ પટેલ , સોહિલ મુલતાની , સલીમ મુલતાની, અખ્તર મુલતાની, સમીર મુલતાની, આર.આર.પટેલ, અશરફ રસુલખાન પઠાણ , પંકજ સોરઠીયા તથા લક્ષ્મણ ભરવાડે જમીન પચાવી પાડવા કાવતરું કર્યું હતું. બાનાખત ડો.અંકિત દેસાઈને તથા તેના પિતાને બતાવ્યું છતાં તેમને આપ્યું હતું. પાછળથી સહી સ્કેન કરીને જમીનની કિંમતમાં તેમજ શરતોમાં છેડછાડ કરી બાનાખત તૈયાર કર્યુ હતુ. મનીષે અખ્તર અને સલીમના કહેવાથી લક્ષ્મણ ભરવાડના દોરીસંચાર હેઠળ જમીનનો સોદો રદ કરવા નોટિસ પણ રજૂ કરી જમીન વેચવા માટે અવરોધ ઉભો કરી ધાકધમકી આપી, સસ્તાભાવે તેઓની જમીન પડાવી લેવા કાવતરું કરાયું