• Gujarati News
  • નવસારીમાં રીક્ષાચાલકો વચ્ચે તકરારમાં હુમલો

નવસારીમાં રીક્ષાચાલકો વચ્ચે તકરારમાં હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંરીક્ષાચાલકો વચ્ચે થયેલી તકરારમાં હથિયારથી હુમલો થતાં બે જણાંને ઈજા થઈ હતી. બનાવને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી.

અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં થયેલી ફરિયાદ મુજબ વિજલપોરમાં સરદાર કોલોનીમાં રહેતા રમેશભાઈ કરશનભાઈ ડાભી રીક્ષા ચલાવે છે. નવસારીના ઘેલખડી વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો પણ રીક્ષા ચલાવે છે. ગઈકાલે શનિવારે નવસારીના પશ્ચિમે સાંઈબાબા મંદિર પાસે દેવચંદ ચાલ નજીક રમેશભાઈ તથા પ્રકાશ વચ્ચે તકરાર થઈ હતી.

નવસારીના ઘેલખડીમાં રહેતા મેહુલને ગાળો કેમ આપી છે તેમ કહી પ્રકાશ તથા મેહુલે રમેશભાઈ ડાભી તથા તેના ભાઈ ધીરૂભાઈ ડાભી ઉપર લોખંડના પાઈપ તથા હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં રમેશભાઈ તથા ધીરૂભાઈને શરીરે ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. રીક્ષા ચાલકો વચ્ચે રીક્ષાના ધંધાની તકરાર હોવાની પણ એક વાત છે. પ્રકરણે રમેશભાઈ ડાભીએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સામે પ્રકાશ ઉર્ફે પકાએ પણ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી.