તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અભ્યાસક્રમ રચના માટે પસંદગી

અભ્યાસક્રમ રચના માટે પસંદગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.9થી 12 (સામાન્ય પ્રવાહ)ના જુદા જુદા વિષયોના અભ્યાસક્રમ બનાવવા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયના અભ્યાસક્રમ સંરચના માટે નવસારી જિલ્લાના જલાલપોર નિવાસી અને સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીમાં ઉચ્ચરતર માધ્યમિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે સેવા બજાવતા કાંતિલાલ બી. પટેલની પસંદગી થઈ છે. જે નવસારી જિલ્લા, જલાલપોર તથા ડુંગરી હાઈસ્કૂલ માટે ગૌરવપ્રદ ઘટના છે.

કાંતિલાલ પટેલ