તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોળી સમાજની ગરબા સ્પર્ધા યોજાઈ

કોળી સમાજની ગરબા સ્પર્ધા યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા સુમનભાઈ સહયોગ પુરસ્કૃત ગરબા મહોત્સવ 2014નું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી પૂર્વ અને પશ્ચિમ એમ વિભાગ-1 અને વિભાગ-2માં વિભાજીત થયેલ મહોત્સવમાં 43 ગામના મહિલા મંડળ આટ (રૂપાંતળાવ) પ્રથમક્રમે, આદર્શ મહિલા મંડળ બોદાલી બીજા ક્રમે, જય સંતોષી મહિલા મંડળ મોટીપેથાણ ત્રીજા ક્રમે વિજયી થયા હતા. જ્યારે શિવશક્તિ મંડળ ચીજગામને આશ્વાસન ઈનામ મળ્યું હતું. એજ રીતે પૂર્વ અને મધ્ય વિભાગ-2માં વાડા મહિલા મંડળ વાડા પ્રથમ ક્રમે, પ્રગતિ મહિલા મંડળ ભૂલાફળિયા બીજા ક્રમે આઝાદ મહિલા મંડળ વેડછા વિજયી બન્યા હતા. બીજા વિભાગમાં મા કૃપા મહિલા મંડળ દંડેશ્વરને આશ્વાસન ઈનામ મળ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડો.રમણભાઈ પટેલે કાર્યક્રમની અગત્યતા સાથે યજમાન દાતા પરિવારની ઉદ્દાત ભાવનાને બિરદાવી હતી. ભજનીક પરભુભાઈ વાડાએ આભાર દર્શન સાથે પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.