તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પશુ સુધારણા અંગે પરિસંવાદ યોજાશે

પશુ સુધારણા અંગે પરિસંવાદ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય હેઠળની વનબંધુ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા આગામી 9થી 11 ઓકટોબર દરમિયાન એક રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી આશરે 250 ખ્યાતનામ વૈજ્ઞાનિકો દ્વારા પશુ સુધારણા અને પશુપાલન બાબતે ઝીણવટભરી ચર્ચા કરી આગામી વર્ષોમાં દેશની દૂધની માગને પહોંચી વળવા માટે પરિણામલક્ષી આયોજન હાથ ધરવા માટે સરકારને જરૂરી ભલામણો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પશુપાલન વિષયના 14 નામાંકિત નિવૃત્ત પ્રાધ્યાપકોનું સન્માન પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભરની પશુપાલનને લગતી ખ્યાતનામ સંસ્થાઓના 15 ડિરેકટરો ખાસ પધારવાના છે.