તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસે કોમ્બિંગની ચીમકી આપતા 4 પકડાયા

પોલીસે કોમ્બિંગની ચીમકી આપતા 4 પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના ડાભેલ ગામે કસાઈઓ અને ગ્રામ્ય પોલીસ ઉપર કરેલા હુમલાને પગલે ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈ નવસારી પોલીસ ઉપરાંત વલસાડ તથા સુરત પોલીસનો સહકાર મેળવાયો હતો. આખો દિવસ ડાભેલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું રહ્યું હતું.

ડાભેલ ગામે કસાઈઓએ પોલીસ ઉપર કરેલા હુમલાને લઈ ચકચાર મચી હતી. એક પછી એક પોલીસની બે ગાડીને અને ત્યારપછી પોલીસવડા નિલેશ જાજડીયાની ગાડીને નિશાન બનાવી કસાઈઓ તથા ટોળાએ હુમલો કર્યો હતો. ઘટના બાદ જિલ્લા પોલીસને ડાભેલમાં ખડકી દેવાઇ હતી. એટલું ઓછુ હોય તેમ પરિસ્થિતિને થાળે પાડવા પોલીસવડાએ એસઆરપી પ્લાટુન તથા વલસાડ અને સુરત પોલીસનો સહકાર પણ મેળવ્યો હતો. ચાર કલાક પછી પોલીસનો કાફલો ડાભેલમાં ખડકી દેવાતા ડાભેલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ હુમલો કરનારાઓને ઝડપી પાડવા પ્રયાસો કર્યા હતા અને તેમાં ડાભેલના આગેવાન મુસ્લિમ બિરાદરોએ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

પોલીસે આરોપીઓનો કબજો નહીં મળે તો કોમ્બિંગ કરવાની ચીમકી પણ આપી હતી. જેના પગલે ડાભેલ ગામના મુસ્લિમ બિરાદરોએ બેઠક ગોઠવી હુમલો કરનારાઓને પોલીસને શરણે થઈ જવા જણાવતા 4 જેટલા યુવાન પોલીસને શરણે થયા હતા. દરમિયાન પોલીસ કુમક તથા એસઆરપીની ટીમે ડાભેલ ગામમાં પરેડ કરી ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા માટેની પૂરી તૈયારી હોવાનો ઈશારો કર્યો હતો તેવો નિર્દેશ આપ્યો હતો. બાદમાં પરિસ્થિતિ થાળે પડતા પોલીસને પણ રાહત થઈ હતી. મોડી સાંજ સુધીમાં ડાભેલ ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

ડાભેલમાં બનેલઘટનાની સાથે અફવાઓ પણ ફેલાઈ હતી. પોલીસે કોમ્બિંગ શરૂ કરી દીધાની વાત ફેલાઈ હતી. જોકે તે સમયે એવું હતું. પોલીસનું વાહન સળગાવવાની અફવા ચાલી હતી પણ વાહનને નુકસાની કરાઈ હતી.

અફવા પણ ફેલાતી રહી...

ST બંધ કરાવાઈ

પોલીસનુંકસાઈઓસાથે ઘર્ષણ ઉભુ થતા સલામતીના કારણે એસટી ડેપોમાંથી ડાભેલ ગામે કે વાયા થઈ જતી બસ બંધ કરાઇ હતી. ડેપો મેનેજર આર.બી.ગીતેએ જણાવ્યું હતું કે પોલીસ સૂચનાને પગલે ડાભેલની પાંચ ટ્રીપ કેન્સલ કરાઇ હતી. ઉપરાંત વાહન ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

ડાભેલ, આલીપોર ગૌહત્યા મુદ્દે ચર્ચાસ્પદ

ગૌહત્યાના મામલેજલાલપોરનુ ડાભેલ તથા ચીખલીનું આલીપોર ચર્ચાસ્પદ અને વિવાદિત બનતું આવ્યું છે. ડાભેલમાંથી તથા નજીકથી ગૌહત્યા કરવાનું પકડાયું પણ હતું. આલીપોરમાં ગૌહત્યા થતી હોવાની બૂમરાણ મચે છે. આઠેક વર્ષ અગાઉ