• Gujarati News
  • મંદિર ગામે મકાનના ૬ પૈકી એક ગાળાનો ભાગ ધરાશાયી

મંદિર ગામે મકાનના ૬ પૈકી એક ગાળાનો ભાગ ધરાશાયી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના મંદિર ગામે અંઠાવી ફળિયામાં અચાનક જ છ ગાળાના મકાન પૈકી એક મકાનનો મોભ સહિત છત જમીનદોસ્ત થતા મકાનમાલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
જલાલપોર તાલુકાના મંદિર ગામે અંઠાવી ફળિયામાં એક છ ગાળાનું મકાન આવેલું છે. આ છ ગાળા દિપક છોટુભાઈ નાયક, ફાલ્ગુનીબેન દેવાંગભાઈ દેસાઈ, શારદાબેન છોટુભાઈ દેસાઈ, સુરેશભાઈ ડાાાભાઈ નાયક, જયંતિભાઈ નાથુભાઈ તથા શૈલેષભાઈ નાયકના મકાનો આવેલા છે. આ મકાનો એક જ લાઈનમાં છ ગાળામાં આવેલા છે. દરમિયાન વહેલી સવારે ૭ કલાકની આસપાસ જયંતિભાઈ નાથુભાઈનું મકાનની ઉપરથી મોભનો ભાગ જમીનદોસ્ત થતા તેની સાથે છત પણ જમીનદોસ્ત થયું હતું. વહેલી સવારે જયંતિભાઈના પરિવારના સભ્યો ઉઠી જતા જાનહાનિ ટળી હતી. જોકે આ ઘટનાને પગલે એક જ સાથે આવેલા છ ગાળાના મકાનને પણ નુકસાન થવાની આશંકા છે. અચાનક બનેલી આ ઘટનાથી છગાળામાં રહેતા તમામ સભ્યોમાં ભયનો માહોલ છવાયો છે. આ છગાળા પૈકી એક મકાનમાં રિપેરિંગ કામગીરી ચાલતી હોવાની માહિતી સાંપડી છે. આ કામગીરીને કારણે ઘટના ઘટી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મંદિર ગામે છગાળામાં તૂટી ગયેલું મકાન.