• Gujarati News
  • નેશનલહાઈવે નં.8 ઉપર ઉન ગામની હદમાં માહ્યવંશી મહોલ્લામાં રહેતા

નેશનલહાઈવે નં.8 ઉપર ઉન ગામની હદમાં માહ્યવંશી મહોલ્લામાં રહેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઈવે નં.8 ઉપર ઉન ગામની હદમાં માહ્યવંશી મહોલ્લામાં રહેતા યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ઉન ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતો ઉમેશભાઈ સાંજે જીઆઈડીસીમાં નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે હાઈવે ઉપરથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘાયલ ઉમેશભાઈને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટના અંગે વિજયભાઈ પટેલે ગ્રામ્ય પોલીસ કમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉન ગામના યુવાનનું વાહન અડફેટે મોત