• Gujarati News
  • ખર્ચના ~ 7000 પણ ચૂકવવા આદેશ

ખર્ચના ~ 7000 પણ ચૂકવવા આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા ગ્રાહક ફોરમે ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીને ગ્રાહકને અકસ્માત અંગે મળવાપાત્ર રૂ. 1 લાખ વ્યાજ અને રૂ. 7000 ખર્ચ પેટે ચૂકવવાનો હુકમ કરતા ઈન્સ્યુરન્સ કંપનીને લપડાક પડી હતી.

કેસની ટૂંક વિગત એવી છે કે નવસારી તાલુકાના ભૂલાફળિયા ગામે રહેતા રામપ્રસાદ શર્માએ ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કં.લિ. (સોડાલા, જયપુર, રાજસ્થાન) પાસેથી 27 ફેબ્રુઆરી 2009થી 26 ફેબ્રુઆરી 2013ના સમયગાળાની રૂ. 1 લાખની પર્સનલ એક્સિડન્ટ અને અકસ્માતે ઈજા થાય તો હોસ્પિટલાઈઝેશનના રૂ. 25000નું વળતર આપતી વીમા પોલિસી ઉતારી હતી. ભવંરીદેવી શર્મા પોલિસીમાં એસાઈની તરીકે હતા.

દરમિયાન ભવંરીદેવી તથા તેમના પતિ ટેમ્પો લઈને ભૂલાફળિયાથી ખડસુપા જવા નીકળ્યા હતા ત્યારે 19 સપ્ટેમ્બર 2011ના રોજ ખડસુપા ખાતે એક સ્વીફટ કારના ચાલકે ટેમ્પોને પાછળથી ટક્કર મારી દેતા ભવંરીદેવીના પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે પારસી હોસ્પિટલ નવસારી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જેથી વીમા પોલિસી હેઠળ પર્સનલ એક્સિડન્ટની રકમ મેળવવા વીમા કંપનીને જાણ કરી તમામ કાર્યવાહી કરાઈ હતી પરંતુ વીમા કંપનીએ કલેઈમ સેટલમેન્ટ કરતા આખરે એડવોકેટ કિશોર મૂલચંદાની મારફત ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે વીમાની રકમ રૂ. 1 લાખ તથા ખર્ચ મેળવવા દાદ માગી હતી. જેથી ફોરમ સમક્ષ ધારદાર રજૂઆત એડવોકેટ મૂલચંદાનીએ કરી હતી. વીમા કંપનીએ સામે કોઈ કલેઈમ ફોર્મ ભર્યાનું જણાવ્યું હતું પરંતુ એડવોકેટ મૂલચંદાનીની દલીલને ધ્યાનમાં રાખી ફોરમે ગ્રાહક ભવંરીદેવીને કલેઈમની રકમ રૂ. 1 લાખ 9 ટકાના વ્યાજ સાથે અને રૂ. 7 હજાર ખર્ચ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

અકસ્માતે મોત થતાં વીમા રકમ ચૂકવવા જણાવાયું