• Gujarati News
  • રૂ. 10,000નો દંડ , દંડ ભરે તો વધુ 30 દિવસની સજા

રૂ. 10,000નો દંડ , દંડ ભરે તો વધુ 30 દિવસની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંમિલકતદાર પાસેથી સાટાખત કરી મિલકત વેચાણ અર્થે લેનાર કોન્ટ્રાકટરે મિલકત સંદર્ભે આપલા બે અલગ અલગ ચેક રિટર્ન થતા અને તે નાણાં મિલકતદારને ચૂકવી છેતરપિંડી કરનાર કોન્ટ્રાકટરને નવસારી કોર્ટે બે એક સરખા જુદા જુદા કેસમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં સાદી કેદ તથા દંડ ચૂકવવાનો અને જો દંડ ભરે તો વધુ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

કેસની ટૂંક વિગત એવી છે કે નવસારીના ડબગરવાડ ખાતે રહેતા ભરતભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ. 35)એ પોતાની સ્વતંત્ર માલિકીની કબજા ભોગવટાની સિટી સર્વે ટીકા નં. 1014 સિટી સર્વે ન. 46,45 અને 35 પૈકીની કુલ 242.47.76 મ્યુનિ. ઘર નં. જૂનો 8/63/1 તથા નવો 8/63/2 જેનું બાંધકામ નષ્ટ થયેલું છે. તે મિલકત નવસારીમાં નાગતલાવડી વિસ્તારમાં ત્રિવેણી એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાકટર ગોકુળભાઈ ભગવાનદાસ મિસ્ત્રીને ભરતભાઈ પરમારે તેમના ભાઈ અમૃતભાઈ બાબુભાઈ પરમાર તથા જીતેન્દ્રભાઈ પરમારની સાથે એક સાટાખત યાને કે વેચાણ કરાર 25 એપ્રિલ 2000ના રોજ કર્યું હતું. સાટાખત અન્વયે મિલકતની વેચાણ અવેજની રકમ પૈકી પેમેન્ટ શિડ્યુલ અનુસાર ગોકુળભાઈ મિસ્ત્રીએ મિલકત વેચાણ રાખી વેચાણ પેટેના જુદી જુદી તારીખના બેંક ઓફ બરોડા (પાંચ હાટડી શાખા, નવસારી)નો ચેક નંબર 736287 રૂ. 3 લાખનો તથા ચેક નંબર 736288નો રૂ. 3 લાખનો એમ બે ચેક ભરતભાઈ પરમારને આપ્યા હતા. બંને ચેક બેંકમાં જમા કરાવતા તે બંને ચેક ધી ઈનસફિશિયન્ટ ફંડના શેરા સાથે પરત થયા હતા.

બાબતે ગોકુળભાઈ મિસ્ત્રીનું ધ્યાન દોરવા છતાં અને નોટિસ આપવા છતાં યોગ્ય ખુલાસો નહીં કરતા અને નાણાં નહીં ચૂકવતા આખરે ભરતભાઈ પરમારે તેમના એડવોકેટ પી.જી.જોશી મારફત નવસારીના ત્રીજા વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બંને પક્ષ વચ્ચે થયેલી દલીલને ધ્યાનમાં રાખી કોર્ટે બે એક સરખા બે અલગ અલગ કેસમાં આરોપી ગોકુળભાઈ મિસ્ત્રીને સજા કરતો હુકમ કર્યો હતો. એક કેસ નં. 7999 વર્ષ 2000ના કેસમાં કોર્ટે આરોપીને ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુનામાં એક વર્ષની સાદી કેદની તેમજ રૂ. 10 હજારનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આરોપી દંડની રકમ ભરે તો વધુ 30 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. બીજા કેસ નં. 2498 વર્ષ 2001ના કેસમાં એજ આરોપીને નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં 6 માસની સાદી કેદની તેમજ રૂ. 5000 દંડ તથા જો દંડ ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

બે ચેક રિટર્ન કેસમાં નવસારીના કોન્ટ્રાકટરને એક વર્ષની સાદી કેદ