• Gujarati News
  • ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ફસાયા

ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનજીક નેશનલ હાઈવે ઉપર સાંજે મુંબઈ તરફ જતો એક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ ખાસ્સો સમય ટ્રાફિક જામની સ્થિતિ હાઈવે ઉપર સર્જાયાની જાણકારી મળી હતી.

અંગે મળતી માહિતી મુજબ નવસારી નજીક નેશનલ હાઈવે નં.8 ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે અમદાવાદ તરફથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર આજે મંગળવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં એક ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પો પલટી જઈ સર્જાયેલ અકસ્માતને કારણે એક તરફના માર્ગ ઉપરથી પસાર થવું મુશ્કેલ થયું હતું. અકસ્માતને કારણે મુંબઈ તરફ જતા હાઈવે પર વાહનોને પસાર થવું મુશ્કેલ બનતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

સ્વામિનારાયણ મંદિરથી ઉત્તરે ઠેઠ ધોળાપીપળા નજીક સુધી વાહનોની કતાર લાગ્યાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ પણ થોડા સમયમાં સ્થળ ઉપર પહોંચી હતી. સાથોસાથ પલટી ગયેલા ટેમ્પોને સરખો કરી માર્ગ ઉપરનો અવરોધ દૂર કરવાનું કામ હાઈડ્રોલિક મશીન લાવી શરૂ કરાયું હતું. જોકે દરમિયાન સાંજના સમયે નેશનલ હાઈવે ઉપર ખાસ્સો સમય વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો.

વાહનચાલકોને પસાર થવામાં નેજા પડ્યા હતા અને વાહનચાલકો એક તરફથી બીજી તરફ જવા રોંગસાઈડ અપનાવતા પણ જોવા મળ્યા હતા. ટ્રાફિકને ક્લિયર કરવાની કામગીરી પણ પોલીસે હાથ ધરી હતી. સ્થળ ઉપરથી મળતી જાણકારી મુજબ ટેમ્પોમાં બે જણાં સવાર હતા અને જાનહાનિ થઈ હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી. ટેમ્પો ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને તેમાં શું ભરેલ હતું તે માહિતી મળી હતી.

નવસારી હાઈવે ઉપર સાંજે ટેમ્પો પલટી ગયો હતો. જેને લઈને ટ્રાફિકજામ થયો હતો.