તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જેવી દેવમાં પરાભક્તિ છે તેવી ગુરૂમાં થાય તો અર્થો સિદ્ધ થાય

જેવી દેવમાં પરાભક્તિ છે તેવી ગુરૂમાં થાય તો અર્થો સિદ્ધ થાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેપોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે તેનામાં સદ્પુરૂષના દિવ્ય ગુણ આવે છે. જે સદ્પુરૂષમાં અનંત પ્રકારના અવગુણ આવતા નથી. સદ્પુરૂષને લોકના સુખમાં કોઈ પ્રીતિ નથી હોતી. પરંતુ પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના હોય છે અને જે આવા સદ્પુરૂષનો સમાગમ કરે તેનામાં આવા ગુણો આવે છે. જેવી દેવમાં પરાભક્તિ છે તેવી ગુરૂમાં થાય તો સર્વ અર્થો સિદ્ધ થાય છે. પ્રમુખસ્વામી મહારાજ આવા ગુણાતીત સંત છે અને આપણા ગુરૂ છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા પૂ.આનંદકિશોર સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

તેમણે કથામૃતનું રસપાન કરાવતા દૃષ્ટાંતો ટાંકી સમજાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃતમાં કહેલી વાતો આત્મસાત કરીએ અને ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજમાં દિવ્યભાવ રાખીએ, આત્મબુદ્ધિ રાખીએ અને દૃઢ પ્રીતિ રાખીએ તો તથા નીત્ય સત્સંગ કરીએ તો અક્ષરધામમાં પહોંચી શકાશે.

પૂ.પૂર્ણકામ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગો વર્ણવી સમજાવ્યું હતું કે સ્મૃતિ રાખીએ તો ગમે તેવી પરિસ્થિતમાંથી સાંગોપાંગ પાર ઉતરી શકાશે. આપણને પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરૂ મળ્યા છે ત્યારે ગુરૂનો મહિમા વધે ગુરૂનું ગૌરવ વધે પ્રમાણે વર્તન કરીશું તો ગુરૂભક્તિ દીપી ઉઠશે. શાસ્ત્રીજી મહારાજે જૂનાગઢમાં કે જ્યાં ભગતજી મહારાજનું ઘોર અપમાન થયેલું ત્યાં આચાર્ય બિહારીલાલજીની ઉપસ્થિતિમાં ભગતજી મહારાજનું ભવ્યાતીભવ્ય સન્માન કરવામાં આવેલ તે પ્રસંગ વર્ણવી ગુરૂભક્તિ અદા કરવા આહવાન કર્યું હતું. પ્રસંગે પૂ.જ્ઞાનરત્ન સ્વામી લિખીત સંવાદ નાઈન પોઈન્ટ સેવન ચિત્રપટના માધ્યમથી રજૂ થયો હતો. સંવાદ સંતાનોને સાચા સંસ્કાર આપવાનો તથા સંસ્કારરૂપી મૂડી સાચવે તે સાચા સંતાન એવો સંદેશ આપે છે.