તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિનિયર સિટીઝન પાર્કમાં પાણી ભરાયા

સિનિયર સિટીઝન પાર્કમાં પાણી ભરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંદુધીયા તળાવના કિનારે બનાવાયેલા સિનિયર સિટીઝન પાર્કમાં પુન: પાણી ભરાઈ ગયા હતા. પાર્કને ઉંચો કરી દિવાલ હજુ નહીં બનાવાતા સમસ્યા હાલમાં જારી રહી છે.

નવસારીમાં દૂધીયા તળાવના કિનારે લાયન્સ ક્લબે પાલિકાના સહકારથી વૃદ્ધ માટે સિનીયર સિટીઝન પાર્કનું નિર્માણ કર્યું છે. તળાવના કિનારે કુદરતી સૌંદર્યમાં પાર્કમાં સિનીયર સિટીઝનો સમય ગાળવા જાય છે. જોકે તળાવના કિનારે બનાવાયેલા પાર્કમાં અવારનવાર દુધીયા તળાવનું પાણી ઘૂસી જાય છે. જેને કારણે પાણી જ્યાં સુધી પુન: નહીં જાય ત્યાં સુધી સિનિયર સિટીઝનો પાર્કમાં જઇ શકતા નથી.

હાલમાં પુન: નવસારીના સિનીયર સિટીઝન પાર્કમાં દુધીયા તળાવનું પાણી પ્રવેશી ગયું છે. મળતી માહિતી મુજબ દુધીયા તળાવમાં નહેરનું પાણી ઠલવાય છે. જ્યારે નહેરનું રોટેશન લાંબુ હોય અને નહેરનું પાણી તળાવમાં વધુ આવે ત્યારે સ્થિતિ સર્જાય છે. હાલ પણ રોટેશન લાંબુ રહ્યું હોય તળાવનું પાણી સિનિયર સિટીઝન પાર્કમાં આવી ગયું છે.

સિનિયર સિટીઝન પાર્કના પૂર્વ ભાગે વધુ પાણી પ્રસરી ગયાનું લાગી રહ્યું છે. અહીં પ્રશ્ન છે કે, નવસારીના સિનીયર સિટીઝન પાર્કમાં અવારનવાર પ્રવેશતા તળાવના પાણીનો પ્રશ્ન ક્યારે હલ થશેω?

નવસારીના દુધિયાતળાવમાં બનાવાયેલા સિનિયર સિટીઝન પાર્કમાં પાણી ભરાવાના કારણે વૃદ્ધોને મુશ્કેલી પડે છે. વળી પાર્કમાં એક તરફ પાણી ભરાય છે. ત્યારે બીજી તરફ પાણી ભરાવાની સમસ્યા આવતી નથી. જે તરફ પાર્કનો ભાગ નીચો છે તે તરફ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે.આ પાણીના કારણે પાર્કમાં કાદવ થઇ જાય છે ત્યારે રોજિંદા આપાર્કમાં આવતા વૃદ્ધોને મુશ્કેલી પડે છે. દૂધિયા તળાવમાં પાલિકાઅે મધુર જળ યોજના શરૂ કરી હતી. દૂધિયા તળાવમાં પાણી નહેર વાટે લાવવામાં આવે છે, જયારે નહેરના પાણીનું રોટેશન લાંબુ ચાલે ત્યારે સમસ્યા સર્જાય છે. આગામી દિવસોમાં નવસારી નગરપાલિકા નાગધરા પાસેથી પણ નહેરના પાણી નહેર વાટે તળાવમાં લાવશે. જેના થકી શહેરની પાણીની સમસ્યા હલ કરશે.

પાર્કના એક તરફના ભાગમાં પાણી

નવસારીના સિનીયર સિટીઝન પાર્કમાં પ્રવેશેલા દુધીયા તળાવના પાણી.