• Gujarati News
  • નવસારી |વસુધારા ડેરીની ઝોન 1ની ચૂંટણીમાંથી ત્રણ ઉમેદવારોએ ખસી જવાની જાહેરાત

નવસારી |વસુધારા ડેરીની ઝોન-1ની ચૂંટણીમાંથી ત્રણ ઉમેદવારોએ ખસી જવાની જાહેરાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |વસુધારા ડેરીની ઝોન-1ની ચૂંટણીમાંથી ત્રણ ઉમેદવારોએ ખસી જવાની જાહેરાત કરી છે. પ્રવિણસિંહ ઉદયસિંહ ઠાકોર, કૌશિક રમણલાલ નાયક તથા સુમંતરાય મોરારજી નાયકે એક લેખિત યાદીમાં જણાવ્યું છે કે, વસુધારા ડેરીની યોજાઈ રહેલ ચૂંટણીમાં ઝોન નં.1માં તેઓએ ફોર્મ ભરેલ હતા. ટેકનિકલ કારણોસર જે તારીખે ફોર્મ પરત ખેંચવાના હતા તે ખેંચી શક્યા હતા. પરંતુ હવે ઉમેદવાર તરીકે રહ્યા હોઈ, ચૂંટણીમાંથી ખસી ગયાની જાહેરાત કરી છે.

વસુધારા ડેરીની ચૂંટણીમાં 3 ઉમેદવાર ખસી ગયા