દેશની કોર્ટે બંધારણ ટકાવવા મહત્વની ભૂમિકા ભજવી
નવસારીડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન્સ ટ્રસ્ટની સભામાં ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર દિનેશભાઈ દાસાએ ઉપસ્થિત સૌ સિનિયર સિટીઝનો સમક્ષ પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું.
તેમણે આઝાદીના 68 વર્ષમાં ભારત વિશે જણાવ્યું કે ભારત સંભાવનાઓનો દેશ છે. 21મી સદી ભારતની સદી છે. ભારતમાં બે ભારત વસે છે એક અતિ સંપન્ન અને ધનવાન સંપત્તિવાન લોકના બાળકો જેઓ મોંઘી ગાડીઓમાં શાળાએ જાય છે. જ્યારે બીજા 80 ટકા લોકો ભારતમાં એવા છે કે જેમના સંતાનોને પગમાં પહેરવાના પગરખા નથી. આપણે ત્યાં લોકશાહી નવી જન્મી છે. લોકશાહીના બધા અધિકારો મળવા જોઈએ. જ્ઞાતિવાદ અને અસમતોલન છે તે દૂર કરવું રહ્યું. બીજું કે દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ. એક સાથે નિર્માણ થયેલા બે રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન બેમાંથી ભારતનું બંધારણ ચઢીયાતું છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આજે પણ લોકશાહી ટકાવી રાખી છે.
જ્યાં સરકારે બંધારણમાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટે અટકાવ્યા છે. દેશમાં બંધારણ અને લોકશાહી મૂલ્યો ટક્યા છે. દેશની કોર્ટે બંધારણને ટકાવવા મહત્વની ભૂમિકા ભજવી છે. ધર્મ, જાતિ અને જ્ઞાતિના નામે તકલીફ થાય છે. હિન્દુ-મુસ્લિમ ભાગલા અંગ્રેજોએ કર્યા હતા. જ્ઞાતિવાદના બીજ અંગ્રેજોએ રોપ્યા હતા. દેશની મૂળ વસતિ માટે નવી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી પૂર્વ તરફ શિક્ષણ માટે દુનિયાની દૃષ્ટિ હતી. બ્રાહ્મણો અને શુદ્રો વચ્ચે જ્ઞાતિવાદના બીજ રોપાયા. ભારત માટે વિકાસશીલ હોવું ચિંતાનું કારણ નથી. વિકાસશીલ હોવું ગુનો નથી. ક્યાં સુધી તબક્કામાં રહેવું જરૂરી છે.