• Gujarati News
  • નેશનલ હાઈવે નં.8 ઉપર ગ્રીડ નજીક વરસાદી પાણી ભરાતા કલાકો

નેશનલ હાઈવે નં.8 ઉપર ગ્રીડ નજીક વરસાદી પાણી ભરાતા કલાકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઈવે નં.8 ઉપર ગ્રીડ નજીક વરસાદી પાણી ભરાતા કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો. ભારે વરસાદને પગલે સ્થિતિનું નિર્માણ થયું હતું. અમદાવાદથી મુંબઈ તરફ જતાં હાઈવે ઉપર ગ્રીડ નજીક પાણીનો નિકાલ નહીં થતાં હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો આગળ વધતા અટકી ગયા હતા. કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. કેટલાક વાહનચાલકોએ રોંગ સાઈડથી વાહન હંકારી જવાનો પ્રયાસ કરતા સામસામે વાહનોની અવરજવર વધતા ચક્કાજામની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. વધુમાં ભારે વરસાદને પગલે ગ્રીડથી બારડોલી તરફ જતાં માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે પણ વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કલાકો પછી વરસાદ ઓછો થતાં અને હાઈવે ઉપરથી પાણી ઓસરતા માંડ વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો હતો.
ભારે વરસાદથી નવસારી નજીક ને. હાઈવે 8 પર ચક્કાજામ