• Gujarati News
  • { આરોપીને પકડી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો

{ આરોપીને પકડી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ આરોપીને પકડી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો
ભાસ્કરન્યૂઝ. નવસારી
નવસારીમાંસગીરાને લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ સંભોગ કરી સગર્ભા બનાવી યુવાને તરછોડી દેવાયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.
નવસારી ટાઉન પોલીસ મથકમાં સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ધારાગિરીના ધર્મેશ શુક્કર જોગી નામના યુવાને સગીરા રાગિણી (નામ બદલ્યું છે) સાથે લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો. તેણે રાગિણીને લગ્ન માટે અવસારનવાર લલચાવીને તેની મરજી વિરૂદ્ધ નવસારીના જૂનાથાણા વિસ્તારમાં લાવીને સંભોગ કર્યો હતો. ઘટના બાદ રાગિણીને ગર્ભ રહી ગયો હતો. બાબતની તેને જાણ થતાં તેણે ધર્મેશને લગ્ન કરી લેવા જણાવ્યું હતું. પરંતુ ધર્મેશે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને કારણે રાગિણીના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આખરે રાગિણીએ ઘટના સંદર્ભે ટાઉન પોલીસ મથકમાં ધર્મેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મરજી વિરૂદ્ધ સંભોગ કરવા બદલ દુષ્કર્મનો તથા ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ ઓફેન્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.કે.ગઢવીએ હાથ ધરી હતી. તપાસ અધિકારી પીએસઆઈ ગઢવીના જણાવ્યા પ્રમાણે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવી કસ્ટડીમાં મોકલી દેવાયો છે. જ્યારે ભોગ બનનાર સગીરાનું સુરત ખાતે મેડિકલ કરવાની કાર્યવાહી શરૂ થઇ છે.
નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
નવસારીમાં સગીરાને સગર્ભા બનાવી તરછોડી દેવાઇ