• Gujarati News
  • પોલીસથી બચવા બારીમાંથી છલાંગ

પોલીસથી બચવા બારીમાંથી છલાંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| નવસારીમાંતીઘરા જકાતનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન સુરતનો ઐયુબ ઉર્ફે બકી કમરૂદ્દીન સૈયદ (ઉ.વ. 19, રહે. ભેસ્તાન સુરત) પોતાની નંબરપ્લેટ વગરની બાઈક પૂરપાટ ઝડપે હંકારતા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેને ટાઉન પોલીસ મથકે લાવી પૂછતાછ શરૂ કરી હતી. તેણે પોલીસ મથકમાંથી ભાગવા માટે પોલીસ મથકમાંથી બહારની તરફ બારીમાંથી કુદકો મારી દીધો હતો. તેને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે પોલીસે તેને પુન: પકડી લઈ સિવિલમાં સારવાર આપી પોલીસ લોકઅપમાં મુકી દીધો હતો. નંબર વગરની બાઈક ચોરીની છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પો.કો. બ્રિજેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.