• Gujarati News
  • નવસારી નજીક બે બનાવમાં 5.13 લાખનો દારૂ ઝડપાયો

નવસારી નજીક બે બનાવમાં 5.13 લાખનો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનજીક હાઈવે ઉપરથી બે અલગ અલગ ઘટનામાં 5.13 લાખનો દારૂ પકડાવાની સાથે કુલ 15.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

પ્રથમ બનાવમાં ગત શનિવારે રાત્રે આર.આર. સેલ દ્વારા કબીલપોર જીઆઈડીસી ટાટા સ્ટીલ કંપની નજીક સુરત જતા ટ્રેક ઉપર એક સ્કોર્પિયો કાર નં.જીજે-5-ઝેડ-1459ને રોકીને તપાસ કરતા કારમાંથી દારૂના 108 બોક્સમળી કુલ 3180 બોટલો કબજે કરી હતી. 4.50 લાખના દારૂ ઉપરાંત સ્કોર્પિયો કાર મળી કુલ 9.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્કોર્પિયો કારમાં સવાર બે નહીં પકડાતા વોન્ટેડ બતાવાયા હતા.

રાત્રિની ઘટના બાદે રવિવારે મળસ્કે નેશનલ હાઈવે નં.8 ઉપર ગણેશ સિસોદરા બ્રિજ નજીક નવસારી ગ્રામ્ય પોલીસે એક સ્વીફ્ટ કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી બિયર-વ્હિસ્કીની 1212 નંગ બોટલો મળી આવી હતી. દારૂની કિંમત 63600 રૂપિયા થવા જાય છે. દારૂ ઉપરાંત 5 લાખની કિંમતની કાર મળી કુલ રૂ.5.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારમાં ભરેલ દારૂ સાથે વાપી-ચણોદનો મોહન વ્યંકટ તથા ઉદવાડાનો દેવેન્દ્ર ઓમપ્રકાશને ઝડપી પાડી,માલ ભરનાર નિલેશ ઘોડી અને માલ લેનાર પરેશ વોન્ટેડ બતાવાયા છે.

gનવસારી હાઈવે ઉપરથી ઝડપાયેલી દારૂ ભરેલી સ્કોર્પિયો.