• Gujarati News
  • નવસારી પંથકમાં સતત ત્રીજા દિને વરસાદ પડ્યો

નવસારી પંથકમાં સતત ત્રીજા દિને વરસાદ પડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારેરાત્રે ધોધમાર વરસાદ પડ્યા બાદ શુક્રવારે રાત્રે પણ વરસાદી ઝાપટું નવસારી પંથકમાં પડ્યું હતું. શનિવારે દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો. જોકે રવિવારે મળસ્કે અને વહેલી સવારે વરસાદે હાજરી પુરાવી હતી.

શનિવારે મોડીરાત્રે (રવિવારે) 2 વાગ્યા બાદ ધીમી ગતિએ વરસાદ નવસારી-જલાલપોર તાલુકાના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો. આજે રવિવવારે સવારે 8થી 9 વાગ્યા દરમિયાન પણ સાધારણ છાંટણા થયા હતા. જોકે વરસાદ કેટલાક વિસ્તારમાં થયો હતો. માર્ગ ભીનો થયો હતો. રાત્રે 2થી 4 વાગ્યા દરમિયાન જલાલપોર તાલુકામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રવિવારે 6થી 8 દરમિયાન નવસારીમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સતત ત્રણ દિવસ નવસારી પંથકમાં વરસાદે હાજરી પુરાવતા લોકોમાં ચિંતા જરૂર છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જે ખેડૂતોનું ખરીફ ડાંગર કાપણી કરીને બહાર પડ્યું છે તેને નુકશાન થયું છે. હજુ કેટલા દિવસ વરસાદ પડશે, તે બાબતે પણ ચિંતાનું વાતાવરણ છે.

દિવસે ઉકળાટમાં વધારો..

નવસારીપંથકમાંવરસાદ પડવાની સાથે તાપમાન અને હવામાં ભેજના પ્રમાણમાં ફેરફાર થયો છે. સવારે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયા બાદ બપોરે તાપમાન ઘટી મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી રહ્યું હતું. ભેજના પ્રમાણમાં વધારો થયો છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા નોંધાયા બાદ બપોરે પણ 64 ટકા રહ્યું હતું. વધુ ભેજના કારણે રવિવારે દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો અનુભવ કર્યો હતો. સવારે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે અને ત્યારબાદ આકાશ ખુલ્લું થયું હતું. પવન સવારથી બપોર સુધીમાં 3.9 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો.