• Gujarati News
  • બ્રોકન ફેમિલીના વિધાર્થીઓને કિટ્સનું વિતરણ કરાયું

બ્રોકન ફેમિલીના વિધાર્થીઓને કિટ્સનું વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી કાંઠા વિભાગમાં મોટીસંખ્યામાં વિધવા માનાં બાળકો અભ્યાસ કરે છે. આવા પિતા વિનાના બ્રોકન ફેમિલીના વિધાર્થીઓને તેમના શિ ાણ પ્રેમી મહાદાતા કિશોરભાઈ પરભુભાઈ પટેલ પરિવાર છેલ્લા ૩૦ વર્ષથી બ્રોકન ફેમિલ કિટસનું વિતરણ કરે છે. ચાલુ વરસે પણ કિશોરભાઈ પરિવાર દ્વારા રૂ.૯૦ હજારની શૈ ાણિક કિટસનું વિતરણ કરાયું હતું.
ટ્રસ્ટના પ્રમુખ અને કષિ યુનિ.ના પૂર્વ નિયામક ડો.રમણભાઈ પટેલ દ્વારા સૌ વિધાર્થીઓ અને વિધવા બહેનોને આવકારી બહેનોને સ્વાવલંબન માટે મહિલા ઉધોગની જાણકારી આપી ઉધોગો તરફ વળી સ્વાવલંબન માટે અનુરોધ કર્યોહતો. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા કાર્યરત પાપડ ઉધોગ, બાજપડિયા ઉધોગ, સિવણ, બ્યુટીપાર્લર, ટિફીન ઉધોગોની માહિતી આપી હતી. પશુપાલન ઉધોગને પણ વધુ કાર્ય ામ બનાવવા અનુરોધ કર્યોહતો. દાતા પરિવારના મહાદેવ પટેલે બ્રોકન ફેમિલીના બાળકોને વધુ કાળજી લઈ તેજસ્વી બનવા અનુરોધ કર્યોહતો.
આચાર્ય નાનુભાઈ પટેલ તથા ડિવાઈન સ્કૂલના આચાર્ય બાબુભાઈ પટેલે સમાજમાં વિધવા બહેનો અને તેના બાળકોની પરિસ્થિતિને ઘ્યાનમાં લઈ આવી પરિસ્થિતિમાં આવા બાળકોએ કઈ રીતે વિધા અભ્યાસ કરશો, કયારે અને કેવી રીતે ગૃહકાર્ય અને વાંચવું વગેરે બાબતોને આવરી લેતા માર્ગદર્શન આપ્યા હતા. નવસારી સામાજિક વનીકરણ યોજનાના ડીએફઓ ધનાપાલ દ્વારા આ સંવેદનશીલ કાર્યક્રમની પ્રશંસાન કરી દાતા પરિવારની ઉદ્દાત ભાવના બિરદાવી હતી. ઉપાચાર્ય વિનોદભાઈ પટેલ દ્વારા આભારદર્શન થયું હતું. નવીનભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું હતું.