• Gujarati News
  • સમગ્ર નવસારી ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદનો વિરામ

સમગ્ર નવસારી- ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદનો વિરામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લાને અડીને આવેલ ડાંગ જિલ્લામાં સારા વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે.
ચાલુ સાલ જંગલ, પર્વતોથી ધેરાયેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ખૂબ ઓછો યા નહિવત વરસાદ પડયો હતો. જોકે જુલાઈ માસથી ખૂબ સારો વરસાદ પડયો હતો. આજદિન સુધીમાં પડેલ કુલ વરસાદની વિગતો જોતા આહવામાં ૧૦૫૬ મિ.મી., વઘઈમાં ૧૩૫૦ મિ.મી., સુબિરમાં ૮૯૮ મિ.મી. અને ગિરિમથક સાપુતારામાં ૧૩૯૪ મિ.મી. થઈ ગયો છે. સારા વરસાદ બાદ હાલ ડાંગમાં પણ વરસાદ બંધ થયો છે. છેલ્લા બે દિવસમાં ડાંગમાં નહિવત વરસાદ પડયો છે.
ડાંગ જિલ્લાની સાથોસાથ નવસારી જિલ્લામાં આજે ગુરૂવારે સાંજે ૪ કલાકે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન પણ વરસાદ પડયો ન હતો. નવસારીમાં થોડો સમય સાધારણ વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જોકે વરસાદ પડયો ન હતો. સવારે લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૪ ટકા અને બપોરે ૬૭ ટકા રાું હતું. તાપમાનમાં વધારો અને ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા આજે ગુરૂવારે પણ લોકોએ ગરમીનો અને સાથોસાથ બફારાનો પણ અનુભવ કર્યોહતો. પવન પણ ખૂબ ઓછો યા નહિવત રાો હતો. સવારથી બપોર સુધીમાં સરેરાશ ૫.૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પિશ્ચમ દિશાએ પવન રાો હતો. પવન નહિવત રહેતા લોકોની અકળામણ વધી હતી.