• Gujarati News
  • નવસારી ગ્રામ્ય PSIyWW નામે નાણાં ઉઘરાવતા શખ્સની ધરપકડ

નવસારી ગ્રામ્ય PSIyWW નામે નાણાં ઉઘરાવતા શખ્સની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈના નામે નાણાંની માગણી કરનાર શખ્સનો એસીબીની ટીમે અમદાવાદ કોર્ટમાંથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
નવસારીમાં ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી.એસ.સોનીના નામે તાજેતરમાં જ દુષ્કર્મના કેસમાંથી હેરાન પરેશાન નહીં કરવાના અને ધરપકડ નહીં કરવાનું જણાવી એક શખ્સે નાણાંની ઉઘરાણી કરી હતી. આ નાણાં તેણે આંગડીયા પેઢીથી મેળવવાનો પ્રયાસ કર્યોહતો. એ દરમિયાન એસીબીની ટીમે નાણાં લેવા પહોંચેલા એક આંગડીયા પેઢીના શખ્સને ઝડપી પાડયો હતો. જોકે તેની પૂછતાછ દરમિયાન પીએસઆઈ સોનીએ તે નાણાં આંગડીયા પેઢીથી મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન કોઈ અન્ય શખ્સે જ આ નાણાંની માગણી કરી હોવાનું બહાર આવ્યું હતું.
દરમિયાન એસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ઘટનામાં રાજુ ઉર્ફે રાજેશ ઉર્ફે ચકો ઉર્ફે દત્તાસાહેબ નરેન્દ્ર ત્રિવેદી (ઉ.વ.૩૭) રહે.સુરેન્દ્રનગર, જવાહર ચોક, સુથાર ગલી, ખાદીભંડાર સામેની સંડોવણી બહાર આવી હતી. આથી એસીબીની ટીમે તેનો અમદાવાદ કોટર્થી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે. સાબરમતી, ઉના વગેરે વિસ્તારમાં પણ ઉપરોકત મોડસ ઓપરેન્ડી અપનાવી લોકો પાસેથી તેણે નાણાં પડાવ્યા હતા. એસીબી પી.આઈ. એસ.જી. પાટીલે તેનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
એસીબીની ટીમે છેતરપિંડી કેસમાં આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો.